________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એમ પણ આવે છે કે વિકાર તે જીવનું એકલાનું કાર્ય નથી પણ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર થયો છે, જેમ પુત્રની ઉત્પત્તિ એ માતા-પિતા બન્નેનું કાર્ય છે. ત્યાં એમ કહેવું છે કે વિકાર જીવનો છે પણ કર્મના લક્ષે થયો છે-એમ ઉપાદાનનિમિત્તનું પ્રમાણજ્ઞાન કરાવવાનું કથન છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તેમ સમજવું જોઈએ. પ૮૬.
* ધૂળને જોવી હવે રહેવા દ્યો! જોનારને જુઓ! જોનારને જોવો એ વસ્તુસ્વરૂપ છે માટે જોનારને જોવો. ૫૮૭.
* અરે ! દષ્ટિના પંથને નિર્મળ ન કરે અને આવો આત્મા ન તારવે ત્યાં સુધી એનું કલ્યાણ થાય તેમ નથી. ૫૮૮.
* પહેલું સ્વજ્ઞાન ચૈતન્યમૂર્તિને શેય કરીને કરો, બીજું બધું જ્ઞાન તેમાં આવી જાય છે. પ૮૯.
* ..... આ તો કેવળી પાસેથી આવેલા સંસ્કારો છે. અમે તો પૂર્વભવના જૂના દિગંબર છીએ. ૫૯૦.
* સૂર્યનો પ્રકાશ ને અંધારું એ બે વસ્તુ તદ્દન જુદા છે તેમ સહજાત્મસ્વરૂપ એકલો જ્ઞાનસ્વભાવ છે, સૂર્ય સમાન છે ને દયા-દાન આદિ વિકલ્પો તે અંધકાર સમાન છે, તેને જ્ઞાનસૂર્યથી તદ્ન જુદાઈ છે. સહુજાત્મસ્વરૂપ એટલે જે સ્વાભાવિક છે, અણકરાયેલ છે, અકૃત્રિમ છે એવા સ્વભાવને અને રાગને એકતા ત્રણકાળમાં નથી. શું થાય! કેવળીઓના વિરવું પડયા, અવધિજ્ઞાની પણ કોઈ રહ્યા નહિ, જગતને ચમત્કાર લાગે તેવું કાંઈ રહ્યું નહિ. સત્યને સ્વીકારવું જગતને કઠણ પડે છે, આવું પરમ સત્ય સ્વીકારનાર પણ મહાભાગ્યશાળી છે. ૫૯૧.
* ચોમાસામાં આ લીલફૂગના ગોદડાં (–થર) દેખીએ છીએ ત્યાં એમ થાય છે કે અરે! આ લીલફૂગની એક ઝીણી કટકીમાં અસંખ્ય શરીરો છે અને એક શરીરમાં અનંતા જીવો છે, એના અનંતમાં ભાગે જીવ બહાર નીકળી મોક્ષ જાય છે. બે ઇન્દ્રિય, ત્રે ઇન્દ્રિય ચૌ ઇન્દ્રિય અને પંચેન્દ્રિય મનુષ્ય, ઢોર, નારકી ને દેવ એ ચાર ગતિના જીવો તો માત્ર અસંખ્યાતા જ છે. તેના કરતાં અનંતા જીવો નિગોદની એક કટકીમાં છે. અરેરે ! એ જીવો કયારે નિગોદમાંથી બહાર નીકળે ? અને કયારે મનુષ્ય થાય? અને ક્યારે આ સનું શ્રવણ કરે ! ભાઈ ! આ મનુષ્યભવ ને દુર્લભ સસમાગમ મળ્યો છે તો તારા આત્માને ચારગતિના દુઃખથી છોડાવી લે. પ૯૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com