________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૩૯ * બાળકો! જુઓ ભાઈ ! હું તમને બાળક માનતો નથી, ભગવાન સ્વરૂપ માનું છું. આત્મા તો ભગવાન સ્વરૂપ છે, બાળક આદિ તો શરીરની અવસ્થા છે ને રાગ થાય છે તે ક્ષણિક વિકારી અવસ્થા છે, તેની પાછળ શક્તિમાં ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપે બિરાજે છે. અંદરમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેનું ધ્યાન કરતાં પર્યાયમાં ભગવાન પ્રગટ થાય છે. પ્રાપ્યની પ્રાપ્તિ હોય છે. આવા ચૈતન્ય ભગવાનનું સ્વરૂપ સાંભળતાં સાંભળતાં એની રુચિમાં સના સંસ્કાર પડતા જાય છે ને પછી તે સંસ્કાર વધતાં વધતાં બહાર આવશે. જેમ માટીના કોરા ઘડામાં પાણીના ટીપાં પડે છે તે પહેલાં દેખાય નહિ પણ વધુ પડતાં પડતાં ઘડામાં પાણી બહાર દેખાય છે તેમ. ૫૯૩. (બાળકો પ્રતિ પૂજ્ય ગુરુદેવશ્રીનાં ઉગારો )
* આહાહા! પર્યાયદષ્ટિવાળો કયાં જશે? સંયોગમાંથી તેને છૂટવું ગમતું નથી તેથી કીડી, કાગડા, કંથવા, નરકાદિ ગતિઓના સંયોગમાં ચાલ્યો જશે. સ્વભાવદષ્ટિવાળાને સંયોગ રચતો નથી તેથી સર્વ સંગથી છૂટીને મુક્ત થઈ જશે. ૫૯૪.
* આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રોડ, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, ક્ષુધા-તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘે ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટી જીભથી કોટી વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી ધે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. પ૯૫.
* એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. પદ્રવ્યની સામે જોતાં રાગ જ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com