________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦]
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વરી પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં રાગ જ થાય, વીતરાગતા ન થાય.
પંચમ પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ ધર્મ-વીતરાગતા થાય-એ ઉપરના ચાર બોલનો સાર છે; આ જૈનદર્શનનો મૂળ સિદ્ધાંત છે.
આહાહા! આ વાત ભગવાનના ઘરની ને ભગવાન થવાની છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ વાત બેસે નહિ ત્યાં સુધી કર્તાબુદ્ધિ છૂટે નહિ.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ ને સ્પર્શ નહિ, એ બીજા દ્રવ્યનું કરે શું? આ વાતો દાંડી પીટીને સિંહનાદથી કહેવાય છે. વીતરાગ સર્વજ્ઞના ઘરની આ વાત દિવ્યધ્વનિમાં આવેલી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શતું નથી. આ મહા સિદ્ધાંત સમયસારની ગાથા ૩માં કહ્યો છે. દ્રવ્યની સ્વતંત્રતાનો આ ઓછો પોકાર છે? કુંભાર માટીને અડતો કે સ્પર્શતો જ નથી તો ઘડાને કરે શું? માટી જ સ્વયં કર્તા થઈને ઘડાને કરે છે. આ તો ભગવાને કહેલી, અંતરમાંથી આવેલી વાત છે. પ૯૬.
* કાં તો ઈ થાય એના ભગવાનનો ને કાં થાય રાગનો! ત્રીજી કોઈ ચીજ એની નથી, કાં થાય રાગનો, કાં થાય વીતરાગસ્વભાવનો, ત્રીજાનો ઈ થતો જ નથી. આમ વાત છે. પ૯૭.
* અપના પરમેશ્વરકા જીવકો માહાભ્ય આતા નહીં. થોડા મંદ કષાય હો જાય ઉસકા માહાભ્ય આતા હૈ, થોડા શાસ્ત્રકા જ્ઞાન હો જાય તો ઉસકો લગતા હૈ મેં બહોત જાનતા હું. થોડી ભેજવાળી શ્રદ્ધા હો જાય તો ઉસકો લગતા હૈ મેરી શ્રદ્ધા પક્કી હો ગઈ હૈ. અરે ભાઈ ! યે પરલક્ષી જ્ઞાનાદિકી કુછ મહિમા નહિ હૈ. ઉસકી મહિમા સ્વભાવકી મહિમાથી દષ્ટિકો રોકતી હૈ. પ૯૮.
* આ પૈસાવાળો અને આ સારા નિરોગ શરીરવાળો એમ ન જો, પણ આ કેવળી થઈ ગયા, આ પૂરણ થઈ ગયા અને મારે પર્યાયમાં હજુ અધૂરું છે એમ જો ને! ૫૯૯.
* આહા! જાતિસ્મરણજ્ઞાનમાં સામાનો પૂર્વદ જણાતો નથી, આત્મા જણાતો નથી, છતાં, નિર્ણય કરી લે કે આ આત્મા જ સંબંધમાં હતો! આટલી તો જાતિસ્મરણની તાકાત ! તો કેવળજ્ઞાનની કેટલી તાકાત હોય ! ! મતિજ્ઞાનની પર્યાય પણ આટલું નિરાલંબનપણે કામ કરે તો કેવળજ્ઞાનના નિરાલંબનપણાની શું વાત! ૬OO.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com