________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૪૧ * પરમાણુ શુદ્ધ થયા પછી પાછો અશુદ્ધ થઈ જાય છે ને જીવ શુદ્ધ થયા પછી શુદ્ધ જ રહે છે. એટલે પરમાણુ બંધ સ્વભાવી જ છે અને જીવ મોક્ષ સ્વભાવી જ છે. પરમાણુમાં શુદ્ધ થવાની યોગ્યતા છે કે જીવમાં બંધ થવાની યોગ્યતા છે. ૬૦૧.
* ભાઈ ! તારા ખીસ્સામાં બધું ભર્યું છે, કાઢીને ખા એટલી જ વાર છે! તારી શક્તિમાં અનંત જ્ઞાનાદિ ભર્યા પડયા છે, કુતૂહલ કર! ૬૦૨.
* અહો ! ૮૦ વર્ષની આયુવાળો ૨૦ વર્ષથી માંડી ૬0 વર્ષ સુધી તે ભવની ચિંતા કરે છે, પરંતુ ૮૦ વર્ષ પછીનો જે સમય તેની જરીયે ચિંતા ન કરે એ તે કેવી ધીઠાઈ ! ૮૦ વર્ષ પછીનો જે પહેલો સમય તે આખોય ભવ પણ એ જ આત્માનો છે. કાંઈ બીજા આત્માનો એ ભવ નથી. તડકા-છાયા વચ્ચે આંતરું નથી. તેમ બે ભવ વચ્ચે આંતરું નથી માટે બીજા ભવની તો ચિંતા કર! ૬૦૩.
* જેમ અનાદિથી ઈ આત્મા વિના ચલાવે છે તેમ રાગ વિના ચલાવતાં શીખ. ૬૦૪.
* માટીમય ઘડાને ઘીનો ઘડો કહેવું તે વ્યવહારકથન છે એટલે તે વ્યવહાર જૂઠો છે. કેમ કે ઘડો ઘીમય નથી પણ માટીમય છે. તેમ દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર અને એ વ્યવહાર ઘીના ઘડાના વ્યવહારની જેમ જૂઠો છે તેમ નથી. કેમ કે ઘડો ઘીમય નથી તેમ પર્યાય છે જ નહિ તેમ નથી. પર્યાય અતિરૂપ છે, પર્યાયને વ્યવહાર કહી પણ તે નથી તેમ નથી. રાગ છે તે અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે અને નિર્મળ પર્યાય છે તે સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે એ પર્યાયોને અભૂતાર્થ કહી છે તેથી તે પર્યાયો છે જ નહિ-ઘીના ઘડાની જેમ જૂઠી છે તેમ નથી. ક્ષાયિક આદિ ચાર ભાવોને પરદ્રવ્ય અને પરભાવ કહ્યા છે એથી એ પર્યાયો છે જ નહીં ને જૂઠી છે તેમ નથી. ઘડો કુંભારે કર્યો તેમ કહેવું તે જૂઠું છે, તેમ શુદ્ધ-અશુદ્ધ પર્યાયોને વ્યવહાર કહ્યો તેથી તે પર્યાયો જૂઠી છે તેમ નથી. જીવ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ પર્યાયો તે પર્યાયનયનો વિષય છે, તે વ્યવહારનયે ભૂતાર્થ છે, પર્યાય નથી તેમ નથી. ઘીનો ઘડો નથી તેમ વ્યવહારનયનો વિષય-પર્યાય નથી જ તેમ નથી. દ્રવ્યાર્થિકનયથી પર્યાયને અભૂતાર્થ કહી તેથી પર્યાય છે જ નહિ તેમ નથી પણ નિશ્ચયની મુખ્યતાથી પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ત્યાંથી દષ્ટિ છોડાવવાના પ્રયોજનથી તેમ કહ્યું છે, પણ તેથી પર્યાય સર્વથા છે જ નહિ તેમ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com