________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૪૨ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
ઘીનો ઘડો કહેવું તે જૂઠું છે તેમ બધોય વ્યવહાર ઘીના ઘડાની જેમ સર્વથા જૂઠો છે તેમ નથી. નયોના કથનને જ્યાં જેમ હોય ત્યાં તેમ સમજવું જોઈએ. જો બરાબર ન સમજે તો વિપરીતતા થઈ જાય. ૬૦૫.
* કોઈ જીવને મારે નહિ, દયા પાળે, પણ ખંડખંડજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન તો ઝેરરૂપ જ્ઞાન છે, દુઃખરૂપ જ્ઞાન છે. એ ખંડખંડજ્ઞાનરૂપ ઇન્દ્રિયજ્ઞાનથી પાછો વળી અતીન્દ્રિય જ્ઞાનરૂપ થઈને આત્માનો અનુભવ કરે એ જ્ઞાન છે, એ જૈનશાસનની અનુભૂતિ છે જેમાં રાગમિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. ૬૦૬.
* અનુભવથી જ ગમ્યતા થાય એ જ આત્માનો મહિમા છે. તેને બદલે થોડી કષાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ થાય અને એનો મહિમા આવી જાય ત્યાં આત્માના મહિમાનું ખૂન કરે છે, આત્માનો મહિમા રહેતો નથી. ૬૦૭.
* શાસ્ત્રથી જ્ઞાન નથી તેમ કહ્યું, તેથી કોઈ શાસ્ત્ર-અભ્યાસ છોડી દે તો ઊલટો અશુભમાં જશે. આ તો શ્રદ્ધા કરાવવા કહેવાય છે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. પરંતુ જેને ચોપડા જોવાનો વિકલ્પ આવે છે ને ચોપડા જોવે છે તેમ શાસ્ત્રઅભ્યાસનો શુભ વિકલ્પ આવે છે. છે તો શુભરાગ, વિકલ્પવાળું જ્ઞાન, પરંતુ આવ્યા વિના રહેતું નથી. ૬૦૮.
* સુનનેસે જ્ઞાન નહીં હોતા, સુનતા ઓ તો ઉપાધિ હૈ ઔર ઉસમેં રાગ હોતા હૈ ઓ ઉપાધિ હૈ. ભાવશ્રુત ઉપયોય સુનને સે નહિ હોતા. ભાવશ્રુતજ્ઞાન જ્ઞાયક આત્મામેં અંતરમેં નિર્વિકલ્પ હોતા હૈ તબ અંદરમેંસે ઉત્પન્ન હોતા હૈ. યહાં તો થોડા જાનપના હો જાય તો હમકો જ્ઞાન હુઆ ઐસા હો જાતા હૈ. લેકિન ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન હી નહીં હૈ. નવપૂર્વ ૧૧ અંગ ભી ઇન્દ્રયજ્ઞાન હૈ. યોગીન્દ્રદેવ કહતે હૈં કિ આત્માકો જાનનેવાલા જ્ઞાન ઔર શરીરકો જાનનેવાલા જ્ઞાન ભિન્ન ભિન્ન હૈ. દોનોં જ્ઞાન હી ભિન્ન હૈ. ભગવાન આત્મા ઇન્દ્રિયસે જાનનેમેં આતા હી નહીં. ૬૦૯.
* શ્રોતા:- શુદ્ધાત્માના વિચાર કરે તો આત્માની નજીક આવ્યો ને?
પૂજ્ય ગુરુદેવઃ- આત્મામાં એકાગ્ર થયો ત્યારે નજીક આવ્યો છે. શુદ્ધાત્માના વિચાર ઈ તો વિકલ્પ છે, રાગથી જુદો પડે ત્યારે આત્માની નજીક આવે. રાગ સાથે એકતા વર્તે છે તે તો આત્માથી દૂર છે. ૬૧૦.
* પરાવલંબી ભાવોમાં કયાંક કયાંક મહિમા રહી જાય છે એટલે આત્માની મહિમાનું ખૂન થઈ જાય છે. ૬૧૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com