________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૨૪]
૫૨ આધારિત છે. જેમાં ગુરુનો ઉપદેશ વગેરે બાહ્ય નિમિત્તો ૫રમાર્થે અકિંચિત્કર છે. નિમિત્તના લક્ષથી જે જ્ઞાન થયું તેનાથી પણ આત્માનું ભાન થતું નથી. પરલક્ષી જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નથી, તેનાથી ધર્મ થતો નથી. ૫૧૨.
* સઘળોય વ્યવહા૨ હૈય છે, પણ હેય કહેતાં ‘છે ખરો’ એમ સિદ્ધ થાય છે. જો વ્યવહાર સર્વથા ન જ હોય તો તે હેય કેમ બને? માટે વ્યવહાર છે ખરો પણ તે આશ્રય કરવા લાયક નથી. પર્યાય પોતે વ્યવહાર છે અને દ્રવ્ય નિષ્ક્રિય છે તે નિશ્ચય છે. દ્રવ્યની અપેક્ષાએ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય પણ વ્યવહાર છે, સાચો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. જો વ્યવહાર ન હોય તો પર્યાય જ સિદ્ધ નહીં થાય, પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહારના આશ્રયે ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય. ૫૧૩.
* નિર્મળ પર્યાય ઉઘડી છે ઈ વ્યવહાર આત્મા છે, કેવળજ્ઞાનની પર્યાય ઉઘડી છે ઈ પણ વ્યવહાર આત્મા છે અને આસ્રવ ઈ અણાત્મા છે, જડ છે, વિપરીત છે. ૫૧૪.
* સમ્યગ્દષ્ટિ જીવ, અજીવ, આસવ, બંધ આદિના સ્વાંગોને જોનારા છે. રાગાદિ આસવ-બંધના પરિણામ આવે પણ સમ્યગ્દષ્ટિ તે સ્વાંગોના જોનારા જ્ઞાતાદષ્ટા છે, તે સ્વાંગોના કર્તા નથી. સમ્યગ્દષ્ટિ એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે. શુભાશુભ ભાવો આવે છે પણ સમ્યગ્દષ્ટિ તેને કર્મકૃત સ્વાંગો જાણી તેમાં મગ્ન થતાં નથી. મિથ્યાદષ્ટિ જીવો જીવ–અજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ સાચા જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદિ ભાવો કર્મકૃત ભાવો હોવા છતાં તેને પોતાના ભાવો જાણી તેમાં લીન થઈ જાય છે. તેવા અજ્ઞાની જીવોને ધર્મીજીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી, તેનો ભ્રમ મટાડી, ભેદજ્ઞાન કરાવીને શાંતરસમાં લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. ૫૧૫.
* જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું છે તેણે ૫૨દ્રવ્યથી પોતાની ભિન્નતાનો નિર્ણય કરીને પોતાના ધ્રુવસ્વભાવનો મહિમા લાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ દુષ્કાળ પડયો હોય ત્યારે ગરીબ માણસો મોટા પુરુષના આશ્રયથી જીવન ગાળે છે તેમ અજ્ઞાનથી પર્યાયમાં દુષ્કાળ પડયો છે તે મોટા પુરુષ જ્ઞાયક ભગવાનના આશ્રય વિના કોના બળે સમ્યગ્નાનનો સુકાળ પ્રગટ કરશે ? ધ્રુવસ્વરૂપ જ્ઞાયક ભગવાન એ મોટા પુરુષ છે. તેમના આશ્રયથી પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com