________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૨૩ કર્મથી ને વિભાવથી ભિન્ન નિર્લેપ ચીજ છે. એમ ન હોય તો પર્યાયમાં નિર્લેપતા આવશે કયાંથી ? જેમ સ્ફટિકમાં રંગની ઝાંય દેખાવા છતાં સ્ફટિક તે જ વખતે સ્વભાવે નિર્મળ છે, તેમ જીવની પર્યાયમાં વિભાવો જણાવા છતાં જીવ તે જ વખતે સ્વભાવે નિર્મળ છે, નિર્લેપ છે. આ બધા જે શુભાશુભ વિભાવો જણાય છે તે જ્ઞયો છે. હું તો તદ્દ્ગ છૂટો જ્ઞાયક છું' એમ ઓળખે-પરિણમન કરે તો પર્યાયમાં પ્રગટ નિર્લેપતા થાય છે. જ્ઞાની જાણે છે કે- “મારો આત્મા કર્મ અને વિભાવના લેપ વગરનો, શુદ્ધ ચૈતન્યદેવ છે.” તે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ગમે તેવા ઉદયમાં સદા નિર્લેપ-અલિપ્ત જ છે. મૂળ તત્ત્વમાં તો અન્ય કોઈ પ્રવેશી શકતું જ નથી. પછી ચિન્તા શાની? ૫૧૦.
* જ્ઞાયકભાવ છે તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી. શુભાશુભ ભાવ એ તો અચેતન છે, જડ છે, તે રૂપે થાય તો જ્ઞાયકભાવ જડ થઈ જાય. આત્મા ચૈતન્ય જ્ઞાયકભાવરૂપે હોવાથી શુભાશુભ ભાવરૂપે થતો નથી, તેથી અપ્રમત્ત-પ્રમત્તના ભેદો તે જ્ઞાયકભાવમાં નથી. જ્ઞાયકભાવ તો એક ચૈતન્યરસરૂપે જ રહ્યો છે, શુભાશુભ ભાવના અચેતનરસરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ ચૈતન્યના પૂરનો ધ્રુવ પ્રવાહ છે, એ જ દષ્ટિનો વિષય છે. તેમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહિ, અપ્રમત્ત-પ્રમત્ત ગુણસ્થાનના ભેદ કે પર્યાયભેદ તેમાં નથી. પણ એ તને જણાય કયારે? –કે તું પદ્રવ્યના ભાવથી ભિન્ન પડી જ્ઞાયકભાવ સન્મુખ થા ત્યારે શુદ્ધતાનો અનુભવ થાય ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે એમ ખરેખર જાણું છે. તારી પર્યાયમાં ચૈતન્ય જ્ઞાયકભાવનો આદર થાય, સેવા થાય, સન્માન થાય, ચમત્કારીતા લાગે, અધિકતા આવે ત્યારે પરદ્રવ્યનો સત્કાર, સન્માન, આદર, ચમત્કારીતા છૂટી જાય અને ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે તેમ જાણવામાં આવે છે. પ૧૧.
* અહા! પ્રભુ! એક વાર સાંભળ તો ખરો તારી પ્રભુતાની વાતો ! આચાર્યદવ તને “ભગવાન” તરીકે સંબોધન કરીને ઉપદેશ આપે છે. સમયસારની પહેલી ગાથાની ટીકામાં કહ્યું છે. મારી પર્યાયમાં તો મેં અનંત સિદ્ધોને સ્થાપ્યા છે ને હે શ્રોતાઓ! તમારી પર્યાયમાં, અલ્પજ્ઞતા હોવા છતાં, “દ્રવ્ય-અપેક્ષાએ સિદ્ધ સમાન શુદ્ધ છું' –એમ અનંત સિદ્ધોને સ્થાપો; રાગને નહિ, રાગ તો સ્વભાવથી ભિન્ન છે. વાત જરા ઝીણી છે, પ્રભુ! ચાલતા પંથથી સર્વજ્ઞ ભગવાનનો માર્ગ કોઈ જુદી જાતનો છે. અહા ! જૈનધર્મ એટલે શું? જૈનધર્મ પૂર્ણતઃ આત્માનુભૂતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com