________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૯૩ * પરમ સત્ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન દ્રવ્ય અન્ય દ્રવ્યોથી તો પૃથક છે પણ પર્યાયના ભેદોથી પણ અભેદ વસ્તુ પૃથક છે એમ પહેલાં નિર્ણય તો કર ! અરેરે ! ૮૪ના અવતારમાં અનંત અનંત ભવો કર્યો ને તે દેખનારને રુદન આવે એવા દુ:ખો તે સહન કર્યા, તે દુઃખોને મટાડવા હોય તો આ કરવા જેવું છે કે જેનામાં જનમમરણ તો નથી, તેના દુઃખો તો નથી પણ પર્યાયના ભેદો પણ નથી એવા નિર્વિકલ્પ રાનઘન સ્વદ્રવ્યને શ્રદ્ધવું, દેખવું. ૩૯૭.
* પ્રત્યેક પદાર્થની થવાવાળી ક્રિયા પોતાની કાળલબ્ધિથી થઈ છે, નિમિત્તથી થઈ નથી. પ્રત્યેક પરિણામ પોતાની ઉત્પત્તિના જન્મક્ષણથી ઉત્પન્ન થયા છે, નિમિત્તથી થયા નથી. અક્ષર લખાય છે તે કલમથી લખી શકાતા નથી. અક્ષરના પરમાણુની ક્રિયાનો કર્તા અક્ષરના પરમાણુ છે. સારી કલમથી સારા અક્ષર થાય કે લખનારની આવડતથી સારા મરોડદાર અક્ષર થાય તેમ નથી. અજ્ઞાની જગતને આવી વાત પાગલ જેવી લાગશે. પણ બાપુ! તારે જગતથી-સંસારથી છૂટવું છે ને? -તો વસ્તુસ્થિતિની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. દુનિયા ભલે પાગલ માને, “લોક મૂકે પોક,” તારે દુનિયાનું શું કામ છે? દુનિયા દુનિયાનું જાણે તું તારા આત્માનું હિત થાય તેમ કરી લે ને! આ તો આત્મહિત કરી લેવાની મોસમ પાકી છે. આવા ટાણાં ચૂક્યું ફરી હાથ નહીં આવે. ભાઈ ! બહારનું બધું તો એક-બે ચાર નહીં પણ અનંત-અનંતવાર કરી ચૂક્યો છો, તેમાં શું નવું છે? –ને કોઈ શું માનશે કે શું કહેશે એનું તારે શું કામ છે? બીજાને રાજી રાખવામાં કે રાજી કરવામાં તારો આત્મા દાઝી રહ્યો છે. પણ એની તે કદી દરકાર ક્યાં કરી છે? –હવે તો જાગ ! ભેદજ્ઞાનનો માર્ગ આચાર્યદેવે તારી સામે ખૂલ્લો કર્યો છે. અરે ! તેં ભોગવેલાં દુઃખોનું પૂરું વર્ણન ભગવાનની વાણીથી પણ થઈ શકતું નથી એટલા તો તે દુઃખ ભોગવ્યા છે, હવે એકવાર તો તારા આત્માની સામે જો! હવે તો પરથી ખસ, સ્વમાં વશ-આટલું બસ. ૩૯૮.
* પરદ્રવ્યની પંચાતમાં ફસાઈ ગયો છે! પણ એક વીતરાગી નિશ્ચયરત્નત્રય જ ઇષ્ટ છે, બાકી સર્વે અનિષ્ટ છે. માટે તારું લક્ષણ ફેરવી નાખ. પર તરફનું વલણ છોડી સ્વ-તરફનું વલણ કર. જ્યાં સુધી પર, નિમિત્ત કે વિકલ્પનો પ્રેમ છે ત્યાં સુધી આત્માનો દ્વેષ છે. અરે જીવ! ભાગ્ય વિના આ વાત સાંભળવા પણ કયાંથી મળે? ભગવાન તને કહે છે કે પ્રભુ! તું તારી સામે જ ને! ત્યાં સુખ ભર્યું પડ્યું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય તેમ ભાઈ ! આ વાત સાંભળવા મળી, સાંભળવાના ટાણાં આવ્યા ત્યારે પહેલાં સંસારના આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com