________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પ્રસંગો બને તોપણ આત્માનો અનુભવ કર. ભગવાન! એકવાર તું કોણ છો એ જાણવાનો કૌતુહલી તો થા! ૩૯૧.
* આત્માના ગૂઢરહસ્યભૂત ૫૨માત્મસ્વરૂપને બતાવતાં સંતો ભવ્યને ઉત્સાહ આપે છે: હે જીવ! એક સમયના વિકલ્પને દેખીને તું ડર નહિ... મુંઝા નહિ, ઉલ્લસિત વીર્યથી મહિમા લાવીને તારી અંતરની તાકાતને ઉછાળ! ૩૯૨.
* શ૨ી૨-વાણી-મન તથા દયા-દાન, વ્યવહા૨૨ત્નત્રયના પરિણામ એટલે કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ પંચ-મહાવ્રતના પરિણામ અને પરલક્ષી જ્ઞાન એ બધા પુદ્ગલના પરિણામ છે ને પુદ્ગલનું કાર્ય છે ને પુદ્ગલ એનો કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. ૩૯૩.
* આંખ છે તે પાણીને ગરમ કરે? રેતીને ઉપાડીને લાવે? ના, બસ માત્ર એ બધાને થાય તેમ જાણે જ છે. તેમ આત્મા પણ ઉદયને, નિર્જરાને, બંધને, મોક્ષને થાય તેમ જાણે જ છે. આહાહા! અકર્તાપણું સિદ્ધ કરવા આંખના દષ્ટાંતથી કેવો ન્યાય સિદ્ધ કર્યો છે! ૩૯૪.
* શુદ્ધ નિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે તૈયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હૈય ગણવામાં આવે છે. અરે! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહા૨ જીવ ગણીને હૈય કહ્યા છે. આહાહા! ગજબ વાત કરી છે. નિમિત્તને તો પ૨સ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હૈય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હ્રય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦મા તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહીને પરદ્રવ્ય કહીને હૈય કહી છે. આહાહા! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખૂલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ ને પરદ્રવ્ય કહીને હૈય કહી છે. ૩૯૫.
* અમે તો સૌને ભગવાન દેખીએ છીએ. અંદર નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી ચૈતન્ય ભગવાન બિરાજે છે, તેના આશ્રયથી સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે. વિકલ્પનું અને ૫૨નું લક્ષ છોડીને અંદરમાં ભૃતાર્થસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરવો તે એક જ કરવાયોગ્ય મૂળ વસ્તુ છે. ૩૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com