________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૯૧ આવ્યું નથી. દ્રવ્ય કેટલી શક્તિવાળું છે તેનું જ્ઞાન પર્યાયમાં આવ્યું પણ દ્રવ્ય પર્યાયમાં આવ્યું નથી. એ રીતે પર્યાયમાત્રમાં દ્રવ્ય આવતું નથી તેથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે તોપણ ૫૨મ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે આત્માનું સ્વરૂપ નથી. નિશ્ચય-મોક્ષમાર્ગની પર્યાય તે પણ વ્યવહા૨થી આત્મા છે. ત્રિકાળી ધ્રુવ ૫૨માત્મા તે જ નિશ્ચય આત્મા હોવાથી તેને દૃષ્ટિમાં લેવાનો છે. ૩૮૮.
* સાધકને પૂર્ણ શુદ્ધિરૂપ પરિણતિ નથી, આંશિક શુદ્ધિરૂપ પરિણત છે. તે શુદ્ધ પરિણતિ શુદ્ધ પારિણામિકભાવના લક્ષે-આશ્રયે જ પ્રગટે છે. આવી પરિણતિ જેને પ્રગટી છે એવો ધર્મી જીવ અર્થાત્ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે ‘ જે સકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિકપ૨મભાવલક્ષણ-નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું.' આવો નિર્ણય જે પર્યાયમાં વર્તે છે તે પર્યાય ‘હું ખંડજ્ઞાનરૂપ છું' કે ‘હું નિર્મળ પર્યાયરૂપ છું' –તેમ નથી માનતી, પણ શુદ્ધપારિણામિકભાવ તે જ હું છું એમ માને છે–ભાવે છે. ૩૮૯.
* ભાઈ ! આ મનુષ્યભવ અમૂલ્ય છે. તેનો એક સમય પણ કૌસ્તુભમણિ કરતાં પણ મહા મૂલ્યવાન છે. પોતાનું હિત કરવા આ અવતાર છે. આ ભવ, ભવનો અભાવ કરવા માટે છે. શરીરમાં રોગ આવે, ઇન્દ્રિયો હીણી પડી જાય, માંડ માંડ અક્ષરો દેખાય, બહુ ધ્યાન રાખે તો કાને માંડ સંભળાય-એ પહેલાં તું તારા આત્માનું કામ કરી લે ને પ્રભુ! ભાવપ્રાભૂતમાં કહ્યું છે કે
રે! આમે ન જરા, ગદાગ્નિ હે ન તનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજતિ ત્યાં લગી.
જ્યાં સુધી ઘડપણ ઘેરી ન વળે, રોગરૂપી અગ્નિ કાયારૂપી ઝૂંપડીને બાળે નહિ, ઇન્દ્રિયો નબળી પડે નહિ, તે પહેલાં પ્રભુ! તું તારું હિત કરી લે. ગમે તેવા વિકટ પ્રસંગમાં તું તારું કામ કરી લે. વાયદા કરીશ તો પછી નહિ થાય. માટે ગમે તેમ કરીને તારા જ્ઞાન-ધ્યાનનો સમય કાઢી લે. સમજાણું કાંઈ? બહારના સંયોગમાં મોટા ફેરફા૨ થઈ જાય–ચારે બાજુએ આફતથી દુઃખથી ઘેરાઈ ગયો હોય; અરે પ્રભુ! તું ક્યાં અટકી ગયો ? એવા સમયમાં પણ તું તારા જ્ઞાન-ધ્યાનનો સમય કાઢી લેજે. આવો મનુષ્યભવ ફરી ફરી નહિ મળે. ૩૯૦.
* હૈ ભાઈ! તું કોઈપણ રીતે એકવાર કુતૂહલ કરીને પણ જાણનારને જાણવા પ્રયત્ન કર. ચૈતન્યનું નૂર આત્માને જાણવાનો કૌતૂહલી થા. મરણ સુધીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com