________________
૯૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એકરૂપ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને એટલે કે તેને દષ્ટિમાં લઈને એકપણાનો અનુભવ કરતાં આ નવ ભેદો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૩૮૩.
* જેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે. તે બીજા જીવોને પણ પર્યાયબુદ્ધિથી જોતા નથી. બીજા જીવોને પણ તે પૂર્ણ પ્રભુપણે જ દેખે છે. ચૌદ બ્રહ્માંડ આખો ભગવાનથી જ ભરેલો છે, એક સમયનું લક્ષ છોડી દે તો બધા જીવો ભગવાન સમાન છે. ૩૮૪.
* ખરેખર તો ખંડખંડ જ્ઞાન ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સંયોગરૂપ છે. જેમ ઇન્દ્રિયો સંયોગરૂપ છે તેમ આ ખંડખંડ જ્ઞાન પણ સંયોગરૂપ છે, સ્વભાવરૂપ નથી. ૩૮૫.
* ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેના આશ્રયથી વીતરાગતા પ્રગટે એ ધર્મ છે. કર્તા, કર્મ, કરણ આદિ છએ કારકો વીતરાગી ગુણ છે. પકારકથી સ્વતંત્ર પરિણમવું એવો આત્માનો ગુણ છે અને અનંતા ગુણોમાં તેનું રૂપ છે. વીતરાગપણે પરિણમવું એવો એનામાં ગુણ છે, રાગરૂપે થવું એવો એનામાં ગુણ નથી. અકર્તા થવું એ આત્માનો ગુણ છે. રાગનું ન કરવું, રાગને ન ભોગવવું એવા ગુણો આત્મામાં છે. આહાહા ! વસ્તુની આવી જ મર્યાદા છે. વસ્તુ એની મર્યાદામાં જ રહે છે. મર્યાદા બહાર વસ્તુ જતી નથી. બધા આત્મા વીતરાગ સ્વરૂપ છે. રાગ એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. આત્મા તો એકલો વીતરાગ જ્ઞાયકસ્વરૂપ છે અને જ્ઞાનપ્રધાનથી કહો તો જ્ઞાનસ્વરૂપ છે, દર્શનપ્રધાનથી કહો તો દર્શનસ્વરૂપ છે, ચારિત્રપ્રધાનથી કહો તો ચારિત્ર સ્વરૂપ છે, વીર્યપ્રધાનથી કહો તો વીર્યસ્વરૂપ છે, સ્વચ્છત્ત્વ, વિભુત્વ આદિની પ્રધાનતાથી કહો તો પ્રભુત્વ આદિ સ્વરૂપ જ છે. આહાહા! આત્મા એકલો વીતરાગ સ્વભાવનો દરિયો છે. વીતરાગ કહો કે અકષાય સ્વભાવ કહો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વજ્ઞસ્વરૂપની દૃષ્ટિ થઈ એટલે પર્યાયમાં જિન થયો, અમૃતનો સાગર ઊછળ્યો. ૩૮૬.
* વારંવાર... આ નિર્વિકલ્પ આત્મા... નિર્વિકલ્પ આત્મા–એમ વારંવાર સાંભળે છે એનો અર્થ જ એ કે ઇ એને રુચે છે. અંદરમાં વિપરીત માન્યતા ઉપર ઘણ પડે છે સંસ્કારના, ઇ નિર્વિકલ્પ થશે જ. શાસ્ત્રમાં કહ્યું છે ને! –કે સમ્યગ્દર્શનના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. ૩૮૭. * દ્રવ્ય કેવું છે તેની પ્રતીતિ પર્યાયમાં આવી છે પણ દ્રવ્ય પોતે પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com