________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કાર્ય કરી લઉં ને પહેલાં તે કાર્ય કરી લઉં-એમ ન હોય; નહીં તો ટાણાં ચાલ્યા જશે તે ફરી પાછા નહીં આવે, માટે પહેલાં આ કરી લે. ૩૯૯.
* જીવ-પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જોઈએ તો, એટલે કે જીવ-અજીવના બંધાર્યાયની સાથે એકપણું અનુભવ કરતાં, રાગ સાથે એકપણું અનુભવ કરતાં, આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. જીવ-પુદ્ગલના બંધાર્યાયને વિષય કરનાર વ્યવહારનયથી જોતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પરંતુ જે એકરૂપ જ્ઞાયકભાવ છે એવા એક જીવદ્રવ્યના સ્વભાવને એકપણે અનુભવતાં નવ તત્ત્વો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા એક જીવદ્રવ્યની સમીપ જઈને એટલે કે તેની સાથે એકપણું કરીને અનુભવતાં, એકરૂપ જ્ઞાયકભાવને દેખતાં આ નવ તત્ત્વો અભૂતાર્થ છે. ૪00.
* યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાકયો નથી! હવે તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! આહાહા! જેમ પાણીના ધોરીયા વહેતાં હોય તેમ આ ધર્મના ધોરીયા વહે છે. પીતાં આવડે તો પી. ભાઈ ! સારા કાળે તો કાલનો કઠીયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. ૪૦૧.
* વીતરાગદેવ એમ કહે છે કે મારી વાણી વડે જણાય એવો તું નથી. તું તારા વડે જ જણાય એવો છો. આહા! આવું સત્ય વીતરાગ વિના કોણ કહે ? તને જાણવામાં વાણી કે શાસ્ત્રની અપેક્ષા નથી. તું તારાથી જ જણાય એવો છો. દિવ્યધ્વનિથી કે શાસ્ત્રથી જણાય એવો આત્મા નથી, આત્મા આત્માથી જ જણાય છે. આહાહા! જેમાં કોઈ પરની અપેક્ષા આવે નહિ એ માર્ગે જવામાં કેટલી ધીરજ જોઈએ. ભાઈ ! તું તારાથી જ જણાય એવો મહાપ્રભુ છો-એમ શ્રદ્ધાને તો દઢ કર! પહેલાં વિકલ્પ સહિત તો આવો નિર્ણય કર! એ નિર્ણય એવો પાકો થવો જોઈએ કે ઉપરથી ઇન્દ્ર ઊતરે તોપણ ફરે નહિ એવો દઢ નિર્ણય કર. પછી અંદર જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થશે. ૪૦૨.
* જે કાળે જે ગુણની વિકારી કે અવિકારી જે પર્યાય થવાની તે જ થવાની, એ તો વસ્તુસ્થિતિ જ છે. શુભરાગ કે અશુભરાગ જે આવવાનો તે જ આવવાનો, પણ ઉપદેશ એમ ન હોય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com