________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૫૭
ભાસે છે કે શાસ્ત્ર વાંચ્યું માટે જ્ઞાન થયું, શાસ્ત્ર સાંભળવાથી મને જ્ઞાન થયું. તેથી કહે છે કે શેયથી મને જ્ઞાન થયું એવી ભ્રમણા છોડી દે. વાણીથી મને જ્ઞાન થાય એ ભ્રમણા છોડી દે. જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા-ભાવેન્દ્રિય દ્વારા ગ્રાહ્યમાં આવતાં ઇન્દ્રિયોના વિષયોને, ભાલેન્દ્રિય કે નિમિત્તની અપેક્ષા વિના પોતાના ચૈતન્યસ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું, શૈયોના સંબંધ વિનાનું જે અસંગપણું, તેના વડે સર્વથા જુદા કરીને ઇન્દ્રિયના વિષયોનું જીતવું થાય છે. ૬૭૭.
* શ્રોતા:- જીવનો પર્યાય સ્વકાળે જ થાય તો તેમાં પુરુષાર્થ કયાં રહ્યો ? પૂજ્ય ગુરુદેવઃ- જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે એવો નિર્ણય કરે તે અકર્તા થાય અને અકર્તા થયો તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતા-દષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થ પૂર્વક જ થાય છે. ૬૭૮.
* ભાઈ! તું પ૨થી તો નવરો જ છો, તો ૫૨થી નવરો જ છું એવી દષ્ટિ કરીને તારામાં તું બેસ. ચૌદ બ્રહ્માંડમાં જ્યાં બેઠો હો ત્યાં નવરો જ છો, તારે ને પરને કાંઈ જ સંબંધ નથી. શૈય-જ્ઞાયક સંબંધ પણ વ્યવહારથી છે, ખરેખર એ પણ નથી. ચૈતન્ય તો આખા જગતને ન ગણે એવો એ પ્રભુ છે તેને દૃષ્ટિમાં લે. આ કરવાનું છે. ૬૭૯.
* સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનું માંગલિક કરતાં આચાર્યદેવ કહે છે કે આત્માનો વ્યસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે એટલે કે ઘણો જ શુદ્ધ છે. કારણ કે ૫૨દ્રવ્યથી ભિન્ન હોવાથી શુદ્ધ છે અને રાગથી પણ ભિન્ન હોવાથી શુદ્ધ છે. બંધ ને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મસ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે, તેથી આત્મસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે. ૬૮૦. * આ તત્ત્વની વાત ઉપર ટપકે સાંભળી લેવાથી બેસે તેવી નથી, એને માટે અભ્યાસ જોઈએ.
શ્રોતાઃ- અભ્યાસ એટલે શું કરવું?
પૂજ્ય ગુરુદેવઃ- શાસ્ત્ર-વાંચન, શ્રવણ, સસમાગમ કરવો જોઈએ.
શ્રોતાઃ- એ બધો અભ્યાસ સમ્યગ્દર્શન પામવા માટે તો અકિંચિત્કર છે ને ?
પૂજ્ય ગુરુદેવઃ- ભલે સમ્યગ્દર્શન આત્માના લક્ષે જ થાય છે, તોપણ સ્વાધ્યાય, શ્રવણ, સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, ભલે તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે આવે છે કે આગમનો અભ્યાસ કરવો, સ્વના લક્ષે આગમનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com