________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવ-શાસ્ત્રગુરુના સમાગમનો વિકલ્પ આવે જ. ૬૮૧.
* અરેરે ! બહારની હોંશ કરે છે તે આત્માની શાંતિનો ઘાત કરે છે. આત્માને ઘાયલ કરે છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! અનંત તીર્થંકરો ને અનંત કેવળીઓ જે કહેતાં આવ્યા છે તે આ વાત છે. ભાઈ! તું કોણ છો? કેવડો છો? –અનંત શક્તિનો નાથ જ્ઞાયકપ્રભુ છો, તેને અનુભવમાં લઈને અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે નિર્જરા છે. પૂર્ણાનંદના નાથને ધ્યેય બનાવીને આનંદનો અનુભવ કર, એ જ કરવાનું છે, એ કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. શ્રીમદ્દ રાજચંદ્ર તો કહે છે કે મુમુક્ષુને આજીવિકા મળતી હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી. કરવા જેવું તો આ જ છે. અરે! ૮૪ લાખ યોનિના ભવાબ્ધિમાં કયાંય પત્તો નહિ ખાય. એ દુઃખથી છૂટવાનો આ જ માર્ગ છે, આ જ કરવા જેવું છે. અરે! આ ભવ હાલ્યો જાય છે! આ અમૂલ્ય વખત એમ ને એમ વેડફાઈ જાય છે. ભાઈ! આયુષ્ય પૂરું થતાં શું થશે ? –માટે આ કરી લેવા જેવું છે, તે આજે જ કરી લે. ૬૮૨.
* પ્રભુ! તું રાગમાં વિમોહિત થઈને પર્યાયમાં અનેકપણારૂપ ભાવો પ્રગટ છે તે-રૂપ તને અનુભવી રહ્યો છે ને જેમાં અનંત અનંત શક્તિઓ અનંત સામર્થ્યવાળી છે એવા પ્રભુની સામે જોતો નથી. જ્ઞાયકસ્વરૂપ ધ્રુવ તો એકરૂપ છે પણ તેને ભૂલીને, પ્રગટ પર્યાયમાં જે શુભાશુભ ભાવ છે તેને તું અનુભવી રહ્યો છે માટે રખડવું મટતું નથી. ૬૮૩.
* દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં શુદ્ધનયે એકલા ત્રિકાળી શુદ્ધને જ બતાવ્યો છે. ગુણ-પર્યાયની અનેકતા હોવા છતાં શુદ્ઘનયથી એકપણાનો નિર્ણય કરાવ્યો છે. એકપણાનો નિર્ણય કર તો તને સમ્યગ્દર્શન થાય. શુદ્ધનયે જે એકપણાનો નિશ્ચય કરાવ્યો એ ચીજ શું છે? -કે પૂર્ણજ્ઞાનઘન ચીજ છે. અનંતગુણનો પુંજ-ઘન એકરૂપ છે તે શુદ્ધનયનો વિષય છે ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. ૬૮૪.
* તું પરમાત્માસ્વરૂપ છો માટે જાણવા-દેખવાનું જ તારું સ્વરૂપ છે. સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવવાળો છો, પણ તેને ન જોતાં રાગને જાણવામાં અટકયો છો તેથી સર્વને જાણનાર એવા તને જાણતો નથી. રાગમાં રોકાયો છો-બંધમાં અટકયો છો, માટે સર્વને સર્વપ્રકારે જાણનાર એવા પોતાને જાણતો નથી. સર્વને જાણતો નથી એમ નથી કહ્યું પરંતુ સર્વને જાણનાર એવા પોતાને જાણતો નથી તેમ કહ્યું છે. ૬૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com