________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૫૯ * આત્માધીન સુખ કેમ પ્રગટે? કે આત્માને જાણવાથી પ્રગટે. પોતાને જાણવાનું છોડીને બહારના જાણપણામાં જાય છે ત્યાં દાણું થાય છે. પ્રભુ! તને જાણવાથી સુખ થશે, પરને જાણવાથી દુઃખ થશે. જેનું જ્ઞાન છે તેને જાણવાથી સુખ થશે. તારા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તેથી તારી પર્યાયમાં આત્મા ત્રિકાળી ભગવાન વસ્તુ જણાય છે, પણ ત્યાં જોતો નથી ને પરશેય જણાય છે એમ જોવે છે માટે પર્યાયના ધર્મથી વિપરીત તે જાણ્યું એટલે તને આત્મા જણાતો નથી. ૬૮૬
* સ્વભાવનું સામર્થ્ય તને નજરમાં આવ્યું નથી ને દરિદ્રપણું તને નજરમાં આવ્યું છે. શાસ્ત્રનું ગમે તેટલું જાણપણું કરવાથી પણ આત્માનું સુખ નહીં થાય. આત્મા કોણ છે તે જાણવાથી તને સુખ થશે, કારણ કે તેમાં સુખ છે. પરમાં સુખ નથી તેથી પરને જાણવાથી દુઃખ થશે, રાગથી તો દુઃખ થશે પણ પરના જાણવાથી પણ દુ:ખ થશે. કેમ કે પરપ્રકાશક જ્ઞાન કયારે સારું થયું કહેવાય? -કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટે ત્યારે. સ્વપ્રકાશક વિનાના એકલા પરપ્રકાશક જ્ઞાનથી દુ:ખ થશે. રાગ તો બંધનું કારણ છે પણ ધર્મી પરપ્રકાશક જ્ઞાનને પણ મોક્ષમાર્ગ માનતા નથી. ૬૮૭.
* જેમ સિદ્ધલોકમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે તેમ આ દેહદેવાલયમાં નિજ પરમાત્મા બિરાજમાન છે અને તે જ ઉપાદેય છે. “પરનું હું કરું–એ આડે દેહદેવાલયમાં બિરાજમાન પરમાત્મા પોતે પોતાને ભાસતો નથી, દેખાતો નથી. વાસ્તવિક રીતે દેખે તો અશુચિમય દેહદેવાલયમાં બિરાજમાન દેહથી ભિન્ન મહીં પવિત્ર પ્રભુ પોતે છે. દેહુ તો વેદનાની મૂર્તિ છે, ભગવાન આત્મા દેહની પેઠે અશુચિ નથી. દેહ તો હાડકાં, માંસ, લોહી, વીર્યની કોથળી છે. ૬૮૮.
* શુભરાગ છે તે મારી ચીજ છે એવો અનાદિથી અભ્યાસ થઈ ગયો છે. આત્મા કરનારો ને શુભરાગ તેનું કર્મ એવી અજ્ઞાનથી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. પોતાના સ્વરૂપને જાણતા નથી એવા અજ્ઞાનીજીવો રાગ સાથે એકતાબુદ્ધિ કરીને રાગ મારું કર્તવ્ય છે' –એવી અજ્ઞાનપણે કર્તાકર્મની પ્રવૃત્તિ કરી રહ્યાં છે. રાગ સાથે એકત્વપણું માન્યું છે પણ જ્ઞાયક પ્રભુ એકરૂપ થયો નથી. રાગની એકતાબુદ્ધિ એ અજ્ઞાનનો અભ્યાસ છે ને રાગથી ભિન્ન પડીને જ્ઞાયકનો અભ્યાસ તે ધર્મનો અભ્યાસ છે-જ્ઞાનનો અભ્યાસ છે. ૬૮૯.
* વસ્તુ અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિય સુખના સ્વાદથી જણાય તેવી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com