________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પરમાનંદ પરિણતિ દ્વારા અમૂર્ત જ્ઞાનમય વસ્તુને જાણ. રાગ તો વિષનો સ્વાદ છે, તેનાથી અતીન્દ્રિય સ્વરૂપ કેમ જણાય? ભગવાન ઇન્દ્રિયથી જણાય તેવો નથી, અતીન્દ્રિય છે એટલે કે અતીન્દ્રિય પરિણતિથી જણાય તેવો છે. આબાળ-ગોપાળ સૌને જણાય તેવો છે. પર્યાયનું લક્ષ છોડી દે. સૌ આત્માઓ આત્માપણે સાધર્મી જ છે, કોઈ વિરોધી નથી એવો સ્વભાવ જાણે તેને વેર-વિરોધ કેમ હોય? દ્રવ્યનો સ્વભાવ જ વીતરાગભાવ છે. ૬૯૦.
* હું અભેદ છું, નિર્વિકલ્પ છું એમ સમ્યગ્દષ્ટિ પોતાના આત્માને જાણે છે અને એ રીતે બધા જીવોને જાણે છે. નિગોદના જીવો પણ ભગવાન આત્મા છે એમ સમ્યગ્દષ્ટિ જોવે છે. મન-વચન-કાયાથી કરવું, કરાવવું ને એમ અનુમોદવું કે હું જેવો છું તેવા જ બધા જીવો પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે. સમ્યગ્દષ્ટિ જીવ બધા જીવને એવી રીતે જોવે છે. સૂક્ષ્મ નિગોદનાં જીવનું જે દ્રવ્ય છે તે શુદ્ધ ચિઘન આનંદકંદ છે એમ સમ્યગ્દષ્ટિ જોવે છે. ૬૯૧.
* શ્રી જયસેનાચાર્ય કહે છે કે ઘવલાદિ સિદ્ધાંતમાં કયાંક કહ્યું છે કે ત્રિકાળી ધ્રુવવસ્તુ ઉત્પાદ્-વ્યય વિનાની નિષ્ક્રિય છે, તેમાં મોક્ષના માર્ગની કે બંધમાર્ગની ક્રિયાઓ નથી. દ્રવ્ય છે તે અક્રિય છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્તમ્ સત્ વસ્તુમાં ઉત્પાદવ્યય વિનાની જે ધ્રુવવસ્તુ છે તે અક્રિય છે, તેથી કોઈ પરિણમન, બદલવું કે મોક્ષમાર્ગની ક્રિયા તેમાં નથી. જે વસ્તુ છે તે નિષ્ક્રિય છે, અક્રિય છે અને જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ક્રિયા છે. જે ધ્રુવ વસ્તુ છે તેના ઉપર દષ્ટિ નાખતાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન ને સમ્યક્ઝારિત્રરૂપ વીતરાગી પરિણમન છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને એ નિશ્ચય મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. ૬૯૨.
* પૂર્ણ સ્વભાવ, આત્મસ્વભાવ કેવો છે? –કે જેવો સર્વાને વ્યક્ત થયો છે તેવો જ છે. એવા સત્ સ્વભાવને દષ્ટિમાં લે ત્યારે ધર્મની શરૂઆત થાય છે. સંસાર અવસ્થામાં પણ શક્તિરૂપે પરમાત્મા બિરાજમાન છે. તારે જે પરમ સની દૃષ્ટિ કરવી છે તે તારા અંતરમાં બિરાજમાન છે. ભાઈ ! તારે સમ્યક દેખવું હોય તો ભગવાન સ્વરૂપ તું છો તેનો સ્વીકાર કર. મિથ્યાત્વ-રાગ-દ્વેષના કાળે પણ જેવું એનું વાસ્તવિક સ્વરૂપ છે તે રીતે જોઈએ તો શક્તિરૂપે પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે. જેમ લીંડીપીપરની વર્તમાન દશામાં તીખાશ થોડી છે ને રંગે કાળી છે છતાં શક્તિ અપેક્ષાએ તો પૂર્ણ તીખાશ ને લીલાશ ભરી પડી છે તેમ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે પણ તેને અછતો કરીને એક સમયની રાગાદિ પર્યાયને છતી માની રહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com