________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૬૧ બહારમાં અજ્ઞાનાદિ છે પણ અંદરમાં શક્તિરૂપે તો પરમાત્મપણે બિરાજી રહ્યો છે. આ તો દશા પલટવાની વાત છે, જે દશા દયા-દાન આદિમાં પડી છે તે દશાને અંતરમાં પલટવાની વાત છે. હું પંડિત છું, હું મનુષ્ય છું ઇત્યાદિ માન્યતાએ એને રોકી રાખ્યો છે, તે માન્યતા તેને અંદર જવા દેતી નથી. અરેરે! એને-અજ્ઞાનીને પુણ્યના ફળની કિંમત છે પણ પોતાના પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપની કિંમત નથી. ૬૯૩.
* બાપુ! તું ભગવાન છો ને! તારા ભગવાનની આ વાત થાય છે. તારા હિતની આ વાત છે. આત્મામાં રાગને લાવવો તે તને નુકશાન છે, તું ભગવાન
સ્વરૂપ આત્મા છો, તને રાગથી લાભ થાય તેમ માનવું-કહેવું તે નુકશાન છે. પ્રભુ! જ્ઞાની તો રાગને ઉપયોગભૂમિમાં લાવતો નથી. નિશ્ચય અને વ્યવહાર સાથે હોવા છતાં જ્ઞાની વ્યવહારને ઉપયોગભૂમિમાં લાવતો નથી. ધર્માત્મા ધ્યાનમાં જાય અને તે કાળે જે રાગ બાકી છે તેને તે ઉપયોગભૂમિમાં લાવતો નથી; કરતો તો નથી પણ લાવતો ય નથી. ધર્માત્માને અને વ્યવહારને સંબંધ નથી. આ તો વીતરાગી વાણીના અમૃત ઝરણાં છે. ૬૯૪.
* ભગવાન આત્મા પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ જણાય એવી ચીજ છે પણ જે ચીજ જણાય છે તે જાણનારી પર્યાયથી કથંચિત્ ભિન્ન છે. કેમ કે જો અભિન્ન હોય તો તે પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. મોક્ષના કારણરૂપ મોક્ષમાર્ગની પર્યાય એમ અહીં કહ્યું છે પણ ખરેખર તો મોક્ષની પર્યાય છે તે મોક્ષના કારણભૂત મોક્ષમાર્ગથી પ્રગટતી નથી, કારણ કે તે સમયની મોક્ષની પર્યાય પારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની બળજોરીથી ઉત્પન્ન થાય છે તેમ નથી. પરંતુ અહીં તો (શ્રી જયસેનાચાર્ય, સમયસાર-ટીકા ગાથા ૩૨૦માં) પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે તે વાત સમજાવવી છે તેથી મોક્ષનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી પણ મોક્ષમાર્ગની પર્યાય છે તેમ કહ્યું છે. મોક્ષમાર્ગની પર્યાય અને વસ્તુ અભિન્ન હોય તો વસ્તુ જ ન રહે, શુદ્ધ પારિણામિકભાવનો પણ નાશ થાય, પણ એમ તો બનતું નથી. કેમ કે સત્પણું છે તે કયાં જાય? અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ તો અવિનશ્વર હોવાથી તેનો નાશ થતો નથી અને પર્યાય નાશ થઈ જાય છે તેથી શુદ્ધ પર્યાયથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે. ૬૯૫.
| * ભાઈ ! શરીરના સંસર્ગ અને પરથી ઉત્પન્ન થતો વિકલ્પ એને તું ભૂલી જા, અનંત જ્ઞાન આદિ અનંત શક્તિઓ રાગને અડતી નથી પણ એક સમયની પર્યાયને પણ અડતી નથી એવો અનંત જ્ઞાનમય અને પરમ આનંદ સ્વભાવી તું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com