________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૬૨ ]
છો, તેનો દૃષ્ટિમાં સ્વીકાર કર. પાંચ-ઇન્દ્રિય તરફનો પ્રેમ છે તે આનંદને ગાળી નાખે છે ને શાન્તિને દઝાડે છે. ૬૯૬.
* આત્મા જાણનસ્વરૂપનો પિંડ છે, જ્ઞાનસ્વરૂપનો પિંડ છે, એ જ્ઞાન શરીરને તો ન કરે, વાણીને તો ન કરે, પણ અંદરમાં હિંસા-અહિંસા આદિના જે વિકારી ભાવ થાય તેને પણ જ્ઞાન કરે કે વેઠે નહીં. જ્ઞાનસ્વરૂપ ભગવાન દયા-દાન આદિના પરિણામને કરે નહીં, કેમ કે વિકાર છે તે દુઃખરૂપ છે ને ભગવાન આનંદસ્વરૂપ છે; આનંદસ્વરૂપી ભગવાન દુઃખને કેમ રચે ? બાપુ! તારો સ્વભાવ જાણવા-દેખવાનો છે તેથી તે રાગ થાય તેને જાણે-દેખે પણ કરે નહીં, કરે તે આત્મા નહીં. ૬૯૭.
* ભગવાનની વાણીમાં-જિનવચનમાં આત્મા જ ઉપાદેય કહ્યો છે એટલે શું-કે જિનવચનમાં વીતરાગતાનું પ્રયોજન છે ને વીતરાગતા આત્માના લક્ષે જ પ્રગટે છે માટે આત્મા જ ઉપાદેય છે તેમ કહ્યું છે. જિનવચનમાં આત્મા ઉપાદેય કેમ કહ્યો ? કે નિશ્ચય છે તે સ્વનો આશ્રય લે છે ને વ્યવહાર છે તે પરનો આશ્રય લે છે અને ૫૨નો આશ્રય છે તે હૈય છે, તો ઉપાદેય કોણ ? કે સ્વનો આશ્રય તે ઉપાદેય. માટે જિનવચનમાં આત્મા ઉપાદેય કહ્યો છે. ૫૨ તરફના લક્ષવાળો વ્યવહાર ભાવ છે તે હૈય છે અને બે નયમાં વિરોધ છે તેથી નિશ્ચય-શુદ્ધ આત્મા ઉપાદેય છે તેમ જિનવચનમાં કહ્યું છે. ૬૯૮.
* જ્ઞાન શેયને જાણે કે આ શરીર છે ઇત્યાદિ, છતાં તે શૈયો આત્માને જ્ઞાન કરાવે છે તેમ નથી. જ્ઞાનમાં ઘડો જણાયો ત્યાં ખરેખર ઘડો નથી જણાયો પણ ઘડાસંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, છતાં તે જ્ઞાનને ઘડાએ કર્યું નથી. જ્ઞાનની પર્યાયનો કર્તા જ્ઞાન એટલે કે આત્મા છે, પદ્રવ્યોનું-શૈયોનું તે કાર્ય નથી. ભગવાનની દિવ્યધ્વનિ કાને પડી તેથી તે શબ્દોથી તેવું જ્ઞાન થયું એમ નથી. ખરેખર તો ભગવાનની વાણીમાં દિવ્યધ્વનિ છૂટે છે છતાં પૂછનારે જે પૂછ્યું તેનું જ તેને જ્ઞાન થયું પણ તે જ્ઞાન વાણીના કારણે થયું નથી. દિવ્યધ્વનિની ઉપસ્થિતિ હતી, નિમિત્ત હતું, નિમિત્ત નથી તેમ નથી, પણ નિમિત્ત છે તે ૫૨માં કાંઈ કરતું નથી. વાણી નિમિત્ત હોવા છતાં વાણીથી જ્ઞાન થયું છે તેમ નથી. ભગવાનના દર્શન થતાં આ ભગવાન છે એમ જ્ઞાન થવા છતાં ભગવાનને લઈને આ ભગવાન છે એમ જ્ઞાન થયું છે એમ નથી. ૬૯૯.
* ભગવાન! એક ક્ષણે પણ તને તારો વિચાર નથી! તું એક ક્ષણમાત્ર પણ તારું સ્મરણ કરતો નથી ને ધંધાદિમાં કાળ ગુમાવી રહ્યો છે. મહા દુર્લભ એવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com