________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૬૩
આ માનવ ભવ મળ્યો છે છતાં જો અત્યારે આર્ત ને રૌદ્રધ્યાનમાં લીન રહ્યો થકો તારા આત્માની દરકાર કરતો નથી તો કયા ભવે તારા આત્માને સંસાર સમુદ્રમાંથી ઉગારીશ? અનંત ભવ ટાળવા માટેનો આ ભવ છે, ભવના અભાવ માટેનો આ ભવ છે-એમ જાણીને હે જીવ! તું તારા આત્માનું ચિંતવન કર. ૭OO.
* આત્મા વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે, નવી નવી પર્યાય થવી તે તેનું સ્વરૂપ છે, પણ તે નિમિત્તથી થઈ છે એમ નથી. હું ત્રિકાળી આનંદસ્વરૂપ છુંએવું જ્ઞાન ન હતું ને એવો શબ્દ સાંભળીને જ્ઞાન થયું, તો કહે છે કે તે પર્યાયનો તે કાળ હોવાથી તે પ્રકારે તે જ્ઞાન થયું છે. વસ્તુસ્થિતિ ખરેખર એ જ રીતે છે. એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે. એક પરમાણુ જીવની પર્યાયને પલટાવી ન શકે. કુંભાર છે તે ઘડાને કરે છે એમ નથી, કેમ કે કુંભાર છે તે ઘડાની બહાર લોટે છે, ઘડાને સ્પર્યો જ નથી તો કરે શી રીતે? ખરેખર તો રાગને કરવાની પણ જીવમાં શક્તિ નથી કેમ કે રાગને કરે એવી કોઈ શક્તિ તેમાં નથી. જો એક વસ્તુ બીજી વસ્તુને પરિણમાવી શકે તેમ હોત તો વસ્તુનું વસ્તુપણું જ ન રહે. ૭૦૧.
* દરિયામાં ઊંડે જાય એને મોતી મળે તેમ આત્માની પર્યાય ઊંડ પોતાના દ્રવ્ય ઉપર જાય એને પોતાનો ભગવાન મળે છે. ભાઈ ! તારી ચીજ છે તે મુક્ત
સ્વરૂપ જ છે, અબદ્ધ-પૃષ્ણસ્વરૂપ છે. જે જીવ આવા અબદ્ધરૂપ પોતાના આત્માને દેખે છે તેણે સમસ્ત જિનશાસનને દેખી લીધું છે, જાણી લીધું છે. રાગ તે જિનશાસન નથી. વીતરાગ ભાવ તે જિનશાસન છે. વીતરાગ ભાવ વડ જેણે આત્માને જોયો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું. આ રીતે સર્વત્ર રાગથી ભિન્નતાની જ વાત સિદ્ધ થાય છે. ૭૦૨.
* ભગવાન આત્મા પોતે રાગથી ભિન્ન થઈને પોતાને અનુભવવા સમર્થ થયો તેથી પોતાને જાણતાં સમસ્ત પરદ્રવ્યનો જાણનાર થઈને શોભી રહ્યો છે. પરદ્રવ્યની સત્તાનો જાણનશીલ છે, પરદ્રવ્યની સત્તા તે કરી નથી, તેમાં ફેરફાર થાય તેના કર્તા તું નથી પણ જાણનાર તું છે. અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન પણ જેમ છે તેમ જાણે છે, કોઈને કરતું નથી. બીજાના સુખ-દુ:ખને જાણવાના સ્વભાવવાળો છે, નિગોદના અનંત જીવોને પણ જાણવાના સ્વભાવવાળો છે, પણ તેની દયા પાળવાના સ્વભાવવાળો નથી-એવું જ તેનું સ્વરૂપ છે. ૭૦૩. * હું ચેતન સર્વસ્વ છું એમાં પરનું શયપણું આવતું નથી. શાસ્ત્ર શેય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com