________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
ને તેનાથી જ્ઞાન થયું એમ તો નથી પણ શાસ્ત્ર જ્ઞેય છે ને હું તેનો જાણનાર છું એમ પણ નથી. ૫૨ના જ્ઞાનમાત્ર એ જ્ઞેય હું નથી. છ દ્રવ્યનું જ્ઞાન થયું એ છ દ્રવ્યના કા૨ણે થયું નથી, પોતાના જ જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે. સ્વ-પરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાય જ જ્ઞેય છે. ૭૦૪.
* એકરૂપ જ્ઞાયકભાવ છે તેને આત્મા કહીએ. જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવ હોવાથી અનેક દ્રવ્યો જેનો સ્વભાવ છે એવા કર્તા-ભોક્તાપણાના રાગનો જ્ઞાનીને નિષેધ છે. સંસારસંબંધી કે શરીરસંબંધી એટલે કે કર્તા-ભોક્તાપણાના રાગાદિકનો જ્ઞાનીને પ્રેમ નથી. જેને આત્મા ચ્યો છે તેને તે ભાવ રુચતો નથી. બીજી રીતે કહીયે તો જ્ઞાયકભાવમાં રાગાદિનો અભાવ છે, નહીં તો જ્ઞાયકભાવ જડ થઈ જાય, કેમ કે રાગાદિ અચેતન છે. રાગાદિના અભાવસ્વરૂપ જ્ઞાયકભાવને જ્ઞાનીએ દૃષ્ટિમાં લીધો હોવાથી જ્ઞાયકભાવમાં જેનો અભાવ છે એવા રાગાદિનો જ્ઞાનીને રાગ હોતો નથી. જ્ઞાયકભાવને જેણે દૃષ્ટિમાં લીધો છે એવા જ્ઞાનીને રાગાદિનો નિષેધ છે. ૭૦૫.
* હું બીજાને સુખી-દુઃખી કરી શકું, મારી શકું, જિવાડી શકું ઇત્યાદિ પરવસ્તુ પ્રત્યેની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ તેને ભગવાને છોડાવ્યો છે. પોતાના આત્મા સિવાય જગતમાં જેટલી અન્ય વસ્તુ છે તેનાથી મને લાભ થશે કે હું તેનું કરી શકું કે તેઓ મારું કરી શકે-એવો એકત્વબુદ્ધિનો જે મિથ્યાત્વભાવ તે સંસારનું મહાબીજ છે, તેથી તેને જિનેશ્વરદેવે ત્યાગવા યોગ્ય કહ્યો છે. ૭૦૬.
* પોતે આત્મા સિવાય જેટલી વસ્તુઓ છે તેમાં જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે તેને છોડ. જગતના બધા રજકણો, આત્માઓ અને રાગમાં એકત્વબુદ્ધિ છે તે અધ્યવસાન છે, તેને જિનવરદેવે છોડાવ્યો છે. ત્રણલોકના નાથ જિનવરદેવ એમ કહે છે કે તારા આત્મા સિવાય જે કોઈ ભિન્ન ચીજ છે તે સર્વની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છોડ. ૭૦૭.
* હું રાગમય છું તેમ માને છે તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ છું એમ તે માને છે. બીજાને પોતાનું માનતાં જીવની પરિણિત બગડે છે. દયા-દાન-ભક્તિ-પૂજાનો શુભ રાગ ભલે હો, પણ તેમાં એકતા બુદ્ધિ છે તે આસ્રવનું કારણ છે અને તેનાથી ભેદ પાડવો તે સંવરનું કારણ છે. ૭૦૮.
* મોક્ષમાર્ગની પર્યાય શા માટે ભિન્ન છે? કથંચિત ભિન્ન કહો છો તેનું કારણ શું? -કે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ તે ભાવરૂપ છે ને મોક્ષમાર્ગની પર્યાય છે તે ભાવનારૂપ છે. મોક્ષમાર્ગની પર્યાય ત્રિકાળી ભાવરૂપ નથી. મોક્ષમાર્ગની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com