________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૬૫ પર્યાય છે તે દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કેમ છે? –કે તે ભાવનારૂપ છે, તે વર્તમાન ભાવનારૂપ છે પણ ત્રિકાળી ભાવરૂપ નથી. ત્રિકાળી પરિણામિકને ભાવ કહીએ, પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, સદેશ કહીએ અને આ પર્યાય છે તે વિસદેશ છે, કેમ કે ઉત્પન્ન-વ્યયયુક્ત દ્વન્દ્ર છે, મોક્ષનો માર્ગ પણ ઉત્પન્ન-વ્યયયુક્ત છે, એક સમયે ઉત્પન્ન થાય ને બીજા સમયે વ્યય થાય છે. ભાવરૂપ જે ત્રિકાળી ભગવાન, તેની સન્મુખ થઈને પ્રગટેલી દશા છે તે ભાવનારૂપ છે, ત્રિકાળી ભાવરૂપ નથી અને શુદ્ધ પારિણામિકભાવ છે તે ભાવનારૂપ નથી માટે કથંચિત્ ભિન્ન છે. ૭૦૯.
* શુદ્ધોપયોગ-આનંદની દશાનું વદન તે પણ કોઈ અપેક્ષાએ એટલે કે તે ત્રિકાળ ટકતું નથી એ અપેક્ષાએ શુદ્ધ પારિણામિકભાવથી ભિન્ન છે. સંવર અધિકારમાં કહ્યું છે કે પુણ્ય-પાપના ભાવ એટલે કે વ્યવહારરત્નત્રયનો જેટલો ભાવ છે તે આત્મામાં ક્ષેત્રથી ભિન્ન છે, ભાવ તો ભિન્ન છે પણ એના પ્રદેશો પણ ભિન્ન છે, કેમ કે પ્રભુ આનંદનું દળ છે, તેમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી તેથી તેનું ક્ષેત્ર ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ પ્રભુમાં જે દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે
સ્વભાવથી તો ભિન્ન છે, પણ તે ક્ષેત્રથી ય ભિન્ન છે. ચિવિલાસમાં તો એમ કહ્યું છે કે પર્યાય પર્યાયને લઈને છે, દ્રવ્યને લઈને નહીં. મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું દાન દીધું તે પર્યાય, પર્યાયમાંથી પર્યાય થઈને પર્યાયના આધારે પર્યાય થઈ, દ્રવ્યના કારણે પર્યાય થઈ નથી. ૭૧૦.
* આનંદનો નાથ પ્રભુ નિજ પરમાત્મદ્રવ્યની નિશ્ચય-મોક્ષમાર્ગની પર્યાય કથંચિત્ ભિન્ન છે, કેમ કે ત્રિકાળી તત્ત્વ કાયમી ટકતું તત્ત્વ છે કે આ એક સમયની પર્યાય ક્ષણિક છે. મોક્ષમાર્ગની પર્યાય છે તે ક્ષણિક સંપદા છે પણ જ્યાં પૂરી સંપદા પડી છે એવા નિત્યાનંદ પ્રભુ શુદ્ધાત્મદ્રવ્યથી મોક્ષની પર્યાય-આનંદના લાભની પર્યાય કથંચિત્ ભિન્ન છે. મોક્ષમાર્ગની પર્યાયથી મોક્ષ-પર્યાય મળે તેમ કહેવું તે વ્યવહાર છે. મોક્ષની પર્યાય સ્વતંત્રપણે પોતે પોતાથી પોતાને પ્રાપ્ત કરે છે, મોક્ષમાર્ગના કારણે મોક્ષની પર્યાય થાય તેમ કહેવું તે વ્યવહાર છે. મોક્ષમાર્ગની તે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. ૭૧૧.
* જો તારે આત્મા જ પ્રાપ્ત કરવો હોય તો હે જીવ! હવે વિરક્ત થા, હુઠ ના કર, નકામા બીજા વિકલ્પોથી તને શું લાભ? ભગવંત તું દુ:ખથી મુક્ત થવા મિથ્યાત્વ રાગાદિ અકાર્યથી-નકામાં કાર્યથી વિરક્ત થા, એ કોલાહલ છોડી દે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com