________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેને પામવા માટે રાગાદિથી વિરક્ત થા, કેમ કે એ નકામા કાર્ય છે, એ તારું કાર્ય નથી. તેથી જૂઠા વિકલ્પો કે જે ભગવાન આત્માને પામવામાં વિરોધ કરનારા છે એવા જૂઠા વિકલ્પોની જાળથી બસ થા! કેમ કે એવા જૂઠા વિકલ્પોથી તને શું? નકામા વિકલ્પો એટલે? –કે એ તારું કાર્ય નથી, એ તો પુદ્ગલનું કાર્ય છે, પુદ્ગલથી થયેલાં એ ભાવો પુદ્ગલ છે, ભગવાનના એ ભાવો નથી, કેમ કે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપે બિરાજમાન છે, એ રાગાદિ ભાવો તેનું સ્વરૂપ નથી. પર્યાયમાં એ ભાવો છે પણ ત્યાં તેને રાખવો નથી તેથી તારા નથી એમ કહીને તને સ્વરૂપમાં લઈ જવાનું પ્રયોજન છે, માટે તેને પુદ્ગલનાં કહ્યાં છે. ૭૧૨.
* અનાદિકાળથી તું તારી દુખની દશામાં રમી રહ્યો છે. આ આત્માની વર્તમાન દશામાં ભલે વિકાર હો પણ જેમ લીંડીપીપર રંગે કાળી ને કદ નાની હોવા છતાં સ્વભાવે પૂર્ણ તીખી ને પૂર્ણ લીલી છે, તેમ શરીર પ્રમાણે કદ ને પર્યાયમાં મલિનતા હોવા છતાં સ્વભાવે પરિપૂર્ણ છે, ભગવાન છે. પ્રભુ! તારામાં પરમાત્મશક્તિ પૂરી પડી છે, અંદર અતીન્દ્રિય આનંદનો ડુંગરો પડ્યો છે. પોતે સમયસારભૂત ભગવાન પરમાત્મા છે. અનંત જ્ઞાન અનંત આનંદસ્વરૂપ પૂર્ણ પરમાત્મા છે. ૭૧૩.
* રાજાએ પ્રસન્ન થઈને કોઈ માણસને કહ્યું: મારા નિધાનમાં કરોડો-અબજ સોનામહોરો છે તેમાંથી, સાંજ પડ્યા પહેલાં જેટલાં પોટલાં બાંધી શકે તેટલાં લઈ જા; તે માણસ લેવા નીકળ્યો, પણ રસ્તામાં વેશ્યાના નાચ વગેરે જોવા રોકાઈ ગયો ને એમ કરતાં રાત પડી ગઈ, પહોંચે તે પહેલાં રાજાનો ભંડાર બંધ થઈ ગયો; એ પ્રમાણે અહીં અજ્ઞાની જીવ “મારી જ્ઞાનની પર્યાય ખીલી છે” , “રાગ મંદ થઈ ગયો છે” –એમ પર્યાયમાં લક્ષ કરીને અટી ગયો છે, દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરતો નથી. ૧૪.
* આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે, ત્યાં જ્ઞાનનું અસ્તિત્વ પોતાને લઈને છે, અસ્તિત્વને લઈને નથી. એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે. એક ગુણમાં બીજો ગુણ નથી, એક ગુણ બીજા ગુણને લીધે નથી, પણ એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે. એક એક ગુણમાં અનંતાગુણનું રૂપ છે ને એવા અનંતા ગુણવાળો આત્મા છે. ૭૧૫.
* વીતરાગસ્વરૂપ ભગવાન છે. તેની પ્રતીતિ તે નિશ્ચય સમકિત છે. તે પ્રતીતિને પણ પરમાત્માની અપેક્ષા નથી. પર્યાયમાત્ર સ્વતંત્ર છે. એક એક પર્યાય સત્ છે તેને પરનો હેતું હોય નહીં, સત્ અહેતુક હોય. તેથી નિર્મળ પર્યાયને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com