________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૬૭ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. આવું નક્કી કરનારની દષ્ટિ જશે કયાં? –કે ભૂતાર્થ દ્રવ્ય ઉપર જ દષ્ટિ જશે, તેથી ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. ૭૧૬.
* સર્વને જાણવું-દેખવું એવો જેનો સ્વભાવ છે એવા પોતાના આત્માને જ તે દેખતો નથી. કેમ કે બંધ-અવસ્થામાં પોતાના અપરાધથી રાગમાં રોકાઈ ગયો છે. સર્વને જાણનાર એવા પોતાને તું જાણતો નથી ને બીજાને જાણવામાં તું રોકાઈ ગયો તે તારો પોતાનો જ અપરાધ છે. ૭૧૭.
* આત્મા ને રાગની ભિન્નતામાં પોતાનો પુરુષાર્થ છે. રાગનો પુરુષાર્થ કે પુણ્યનો પુરુષાર્થ નથી પણ પોતાના વીર્યનો પુરુષાર્થ છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય છે તેમ નથી. પોતાના પુરુષાર્થ દ્વારા જ્ઞાયકભાવ આવિર્ભત કરવામાં આવે છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે પણ તેની પ્રતીતિમાં ન હતો તે હવે પ્રતીતિમાં આવ્યો તેથી આવિર્ભત કરવામાં આવ્યો તેમ કહ્યું છે. જ્ઞાયકપણે પ્રભુ જણાતો ન હતો ને રાગપણે જણાતો હતો તે હવે પુરુષાર્થ દ્વારા જ્ઞાયકપણે જણાયો તેથી જ્ઞાયકભાવ આવિર્ભત થયો કે જે સહજ એક છે. પર્યાયમાં જ્ઞાયકભાવ આવતો નથી પણ પર્યાયમાં જ્ઞાયકભાવ જણાય છે. ૭૧૮.
* આ વાત તો મહાભાગ્યશાળી પુણવંત કે જેને અલ્પકાળમાં અનંત અનંત સુખના ધણી થવું છે તેને માટે છે. ૭૧૯.
* ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાંતે ઓગાળે છે, તેમ તત્ત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને, ગોઠવણી કરી કરીને, જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. પર્યાય.. નો ભરોસો અને પછી ત્રિકાળ સનો ભરોસો આવવો જોઈએ. ૭૨૦.
* ૧૨ અંગ અને ૧૪ પૂર્વનો આ સાર છે કે “વિભાવ અને નિમિત્તની ઉપેક્ષા અને પૂર્ણ સ્વભાવની અપેક્ષા” આ આખો સાર છે. એક વાકયમાં સાર છે. ૭ર૧.
* પર્યાય જો દેશ્ય હૈ ઉસકો અદશ્ય કરકે ઔર ગુણ-ભેદ જો દેશ્ય હૈ ઉસકો અદશ્ય કરકે, ઔર દ્રવ્યકો દેશ્ય કરકે પૂર્વે અનંતા તીર્થકરોને સમ્યગ્દર્શન પાયા હૈ, યહ એક હી માર્ગ હૈ. ૭રર.
* તારી પર્યાયમાં એટલી પ્રભુતા છે કે જેને “જાણવા માટે પરના આલંબનની, અરે ! ઇન્દ્રિય ને મનના આલંબનની પણ જરૂર નથી; ઇન્દ્રિયો ને મન છે માટે જ્ઞાનની વર્તમાન પર્યાય જાણે છે-એમ નથી. શાસ્ત્રથી જાણ્યું કે મન ને ઇન્દ્રિયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com