________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૬૮ ]
છે. તે ‘છે’ એમ જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાનને તેનાં આલંબન ને અપેક્ષાની જરૂર નથી. તે નિરાલંબન જ્ઞાન જેનો અંશ છે તે ત્રિકાળી જ્ઞાયક ચીજમાં કોઈની અપેક્ષા છે જ નહિ. એ ત્રિકાળી તત્ત્વના હોવાપણા ૫૨ જીવે કદી નજર આપી નથી અને માત્ર તેની ‘વર્તમાન અસ્તિ' માને છે! ૭૨૩.
* સિંહ શું કોઈ હરણિયાં ને શિયાળિયાંનો પરિચય કરતો હશે ? જંગલમાં સિંહ જેમ નિર્ભયપણે વિચરે છે, તેમ તું પણ તારા સ્વરૂપમાં, લોકથી સાવ અળગો થઈને, વિચરજે. અંદર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ સ્વભાવ સમસ્ત લૌકિક ભાવથી ભિન્ન જ છે. શરીરનો, કર્મનો, ઉદયનો કે રાગનો પણ જેને પરિચય નથી એવી વીતરાગી ચીજ અંદર પડી છે. અહા! સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની વાણી વીતરાગતા ઉત્પન્ન કરવાની શીખ આપે છે. ભગવાન શું કહે છે? તારી ચીજ વીતરાગસ્વરૂપ છે; તેનો પરિચય કર તો તને અંદરમાં વીતરાગ પર્યાય ઉત્પન્ન થશે. ૭૨૪.
* પોતે આત્મા જેવો છે એવી દષ્ટિ કરીને એમાં રહેવું તે પ્રયોજનભૂત છે, બાકી બધું થોથાં છે. પ્રયોજન તો એક આત્માનું જ રાખવું, પરનું-પુણ્ય-પાપના ભાવનું પણ-નહિ. અહા! આવી વાત છે! ભગવાન આત્મા અંદર અનંત જ્ઞાન ને આનંદ આદિ શક્તિઓથી ભરેલી પરિપૂર્ણ વસ્તુ છે; સમીપમાં પ્રભુ હોવા છતાં, વર્તમાન પર્યાય ઉપર લક્ષ હોવાથી, એની તરફ નજર કરતો નથી. ચૈતન્ય ભગવાન આ જ ને આટલો છે, એના સ્વભાવમાં રાગ-દ્વેષ આદિ વિભાવનો પ્રવેશ નથી-એમ આત્માની ‘અસ્તિ ' સંભાળીને રાખવી-એ એક જ પ્રયોજન રાખવું. અશુભથી બચવા શુભરાગ આવે પણ એનું કાંઈ પ્રયોજન નથી. ૭૨૫.
* વિભાવ કે પર્યાયમાં રોકાવું તે રસ્તો જ નથી. ભાઈ ! પર્યાયમાં કેમ રોકાઈ ગયો છે? પર્યાય રહિત નિષ્ક્રિય તત્ત્વ-ધ્રુવ તત્ત્વ-ઉ૫૨ દૃષ્ટિ દે ને! પર્યાય તો ઉપર ઉપર તરે છે, અંદર દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતી નથી. ચાહે તો કેવળજ્ઞાનની પર્યાય હો તોપણ તે ધ્રુવ સ્વભાવમાં પ્રવેશ કરતી નથી. પર્યાય ઉપર નહિ પણ દ્રવ્યસ્વભાવ ઉપર જોર આપવું. પાંચ ભાવમાં એકમાત્ર પરમપારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે અને ઔપમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ને ઔયિક-એ ચાર ભાવ પર્યાયરૂપ છે. પર્યાયની મુદત તો એક સમયની છે; તેમાં તું શા માટે રોકાય છે? અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા પડયો છે તેને જો ને! તારી રુચિને તેમાં જોડ ને! ભાઈ! મારગ તો આવો છે. ૭૨૬.
* પહેલાંમાં પહેલાં તું તને ઓળખ. પહેલાં દેવ-શાસ્ત્ર-ગુરુને ઓળખ ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com