________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૬૯ પછી આત્માને ઓળખ એમ નથી કહ્યું. તું કોણ છો ? કેવડો છો? કેવો છો? કયાં છો ? તારી હયાતીમાં આ બધું જણાય છે એનો જાણનાર તે કેવો ને કેવડો છો? એ પહેલાં ઓળખીને ભેદવિજ્ઞાન પ્રગટ કર. પરની અપેક્ષા વિના રાગથી ભિન્ન ભેદજ્ઞાન કરવાની તારી શક્તિ છે. એ શક્તિને લક્ષમાં લઈને રાગથી ભેદજ્ઞાન કર એમ કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે પહેલાં તું દેવ-ગુરુની ભક્તિ બહુમાન કર. પહેલાં તું તારું બહુમાન કર તો તને દેવ-ગુરુ નિમિત્ત છે તેનું બહુમાન સાચું આવશે. ૭ર૭.
* કુંભારનો હાથ અડતો જાય અને માટીનો આકાર ઘડારૂપે થતો જાય ને કહે કે કુંભાર ઘડાનો કર્તા નથી, અજ્ઞાનીને એ બેસે કેમ? પણ ભાઈ ! કુંભાર અને માટી તે બે તત્ત્વો જુદે જુદા છે, એક તત્ત્વ બીજા તત્ત્વને કરે શું? જેમ દ્રવ્યનો કોઈ કર્તા નથી તેમ દ્રવ્યની પર્યાયનો પણ અન્ય કોઈ દ્રવ્ય કર્તા નથી. ૭૨૮.
* આત્મા પરદ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પરદ્રવ્યનું કર્તા-ભોક્તાપણું છોડીને સ્વસમ્મુખ થવાનું છે.
વિકારનો કર્તા કર્મ નથી-તેમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી છે.
વિકારનો કર્તા જીવ નથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકારને કરે છેતેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવી છે.
વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે–તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે.
વિકાર પણ ક્રમબદ્ધમાં હતો તે થયો છે તેમાં તે ક્રમબદ્ધપર્યાયના સ્વકાળનું સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ કરાવવી છે.
નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે-તેમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ ઉપર લક્ષ કરાવવું છે.
પર્યાયનો કર્તા પરદ્રવ્ય નથી તેમ કહીને પરદ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વદ્રવ્યમાં વાળી છે.
પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય પણ નથી. પર્યાય પર્યાયના પકારકથી સ્વતંત્ર થાય છે. –એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે.
વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો કર્તા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com