________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી-એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધ્રુવની સન્મુખતા કરાવવી છે. ૭૨૯.
* પુણ્ય-પાપ દયા-દાન-પૂજા-ભક્તિ આદિને વેદે ઈ આત્મા નથી. જડ છે. - આ પોઈન્ટ (આત્મધર્મમાં) લખવા જેવા છે. વાહ રે ચૈતન્ય વાહ! ૭૩૦.
* મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય. અરે! સમકિતી સૌધર્મ ઇન્દ્ર પણ ભગવાન પાસે ઘૂઘરા બાંધીને નાચે ! મુમુક્ષુ જીવ કે જેને અંદરની લગની લાગી છે તે બહારમાં ઉલ્લાસના કાર્યોમાં પણ જોડાય, પરંતુ સાથોસાથ અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે કે અરે! હું આ નહીં; સંતોષ ન થાય. ૭૩૧.
* પોતે ભગવાન હોવા છતાં બહારનાં સંયોગો-મકાન, સ્ત્રી, પુત્ર, ફિલમ, દોલત આદિ જડ વસ્તુઓ પાસે સુખની ભીખ માંગે છે. તૃષ્ણારૂપી ક્ષય રોગ લાગુ પડયો છે, તેમાં પીડાતો ઇન્દ્રિયવિષયો પાસે સુખની ભીખ માંગે છે. પણ પ્રતિકૂળતા, રોગ, નિર્ધનતા આદિ દુઃખના સાધન મળવાથી જેવી આકુળતા થાય છે તેવી જ આકુળતા તુષ્ણારૂપી રોગથી થાય છે. આ જીવે અનંતવાર દેવ, મનુષ્ય, મોટા રાજા આદિના વૈભવો પ્રાપ્ત કર્યા પણ આ તૃષ્ણારોગ મટયો નહિ. કેમ કે આત્માના આનંદની રૂચિ વિના તૃષ્ણાનો દાહ શમન થઈ શકતો નથી. ૭૩ર.
* શરીરમાં છેદન-ભેદન વગેરે પ્રતિકૂળતા થાય તે ખરેખર દુઃખ નથી, પણ સંયોગ તરફની લાગણીથી માનસિક ચિંતા કરે છે તેનું દુઃખ છે. તે જ પ્રમાણે સ્વર્ગમાં બહારની અનુકૂળતા હોય-તેથી કાંઈ સુખ નથી, ત્યાં પણ સંયોગ તરફના વલણવાળો જીવ માનસિક ચિંતાથી દુ:ખી જ છે. જેને સ્વભાવની દૃષ્ટિ નથી, રાગ વગરનું જ્ઞાન પ્રગટયું નથી ને બહારના પુણ્ય અને પુણ્યફળની મીઠાશ છે તે જીવ બહારમાં બીજા પાસે પોતાના કરતાં વધારે ઋદ્ધિનો સંયોગ દેખતાં મનમાં આકુળતાથી દુઃખી થાય છે. તેને આખા જગતની ઋદ્ધિનો સંયોગ લેવાની ભાવના છે. અંદર આખી ચૈતન્યઋદ્ધિ છે તેનું તેને ભાન નથી એટલે બહારમાં સંયોગ વધારે લેવા માગે છે. ૭૩૩.
* સર્વજ્ઞદેવે તારું પરમેશ્વર-સ્વરૂપ બતાવ્યું છે. તારા સ્વરૂપમાં જ્ઞાન, આનંદ આદિ જે અનંત ગુણો છે તે આશ્ચર્યકારી છે. તે બીજાને આશ્ચર્ય, વિસ્મય અને કુતૂહલથી જુએ છે, પણ અંતર પરમાત્મા બિરાજે છે તેના જે આશ્ચર્યકારી અનંત ગુણો, એક એક ગુણની અનંત પર્યાય, એક એક પર્યાયની અનંતી તાકાત વગેરે વિસ્મયકારી નિજ વૈભવને કુતૂહલથી જોતો નથી. અરે ભાઈ ! તું પ્રભુ છો. તારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com