________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૭૧ શક્તિઓ તો બધી નિજ પ્રભુતાથી ભરેલી છે, તેની તને ખબર નથી. અનંત અનંત શક્તિથી ભરપૂર એવા તારા અભેદ દ્રવ્યસ્વભાવ પર દૃષ્ટિ કર; બાકી બધું થોથાં છે. કેટલી ડિગ્રીઓ મેળવી? કેટલા રૂપિયા ભેગા કર્યા? તે કોઈ ચીજ નથી. જે ચીજ તારામાં નથી તેનો તને વિશ્વાસ છે; તને રાગનો વિશ્વાસ, શરીરનો વિશ્વાસ, દવાનો વિશ્વાસ છે; પણ તને તારો વિશ્વાસ નથી. ૭૩૪.
* ધ્રુવ જ્ઞાયક સત્ત્વ જેનું તળિયું છે એવા પ્રભુ ભગવાન આત્મામાં વર્તમાન પર્યાયને ઊંડાણમાં લઈ જઈને ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની ઊંડાણમાંથી લગની લગાવે, તે તરફનો પુરુષાર્થ કરે તો વસ્તુ મળ્યા વિના રહે નહિ. ૭૩૫.
* અનાદિ કાળથી આત્માની લગની લાગી જ નથી. લગની લાગે તો જ્ઞાન ને આનંદ પ્રગટે જ; અંદર ધ્રુવ પાતાળમાંથી જ્ઞાન ને આનંદ ફૂટે જ, નીકળે જ. શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. અંદર ત્રિકાળી ધ્રુવ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થતાં જે નિર્મળ જ્ઞાનધારા આવે–તેની સાથે અતીન્દ્રિય આનંદ પણ આવે–તેને જ્ઞાન કહેવામાં આવે છે. અંદરથી લગની લાગે તો એ નિર્મળ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ પ્રગટ્યા વિના રહે જ નહિ. ૭૩૬,
* દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ-એ જીવને પરિભ્રમણ કરવાનાં પાંચ પરાવર્તન છે. પ્રભુ! તારા-જ્ઞાયકદેવના-શરણે આવવાથી તે પંચપરાવર્તનનાં દુઃખનો અંત આવે છે. પંચપરાવર્તનમાં ભવ ને ભાવ બને આવી ગયા. ભાવમાં શુભ ને અશુભ બને આવી ગયા. તે બન્ને કર્મચક્ર છે. પ્રભુ! અંદર તારી ચીજ એવી છે કે તેના શરણે આવવાથી રાગનો પ્રેમ ને મહિમા છૂટી જાય. પ્રભુ! તારા સ્વભાવમાં જા તો તારા પરિભ્રમણનો અંત આવી જશે. તારા સ્વભાવના શરણે જવાથી શુભાશુભ ભાવપરાવર્તનનો અંત આવી જશે. ૭૩૭.
* અશુદ્ધતાની પર્યાય પોતાના ઊંધા પુષાર્થના જોરથી પોતે કરે છે, ત્યારે સામે નિમિત્તપણે એક પરમાણુ હોતો નથી, પણ અનંત કર્મ-પરમાણુ હોય છે. એક ડાકુ સામે બસો સિપાહી રાખવા પડે તે, ડાકુનું જોર સૂચવે છે કે સિપાહીનું? તેમ જીવના એક વિભાવપરિણામ સામે નિમિત્તપણે અનંત કર્મપરમાણુ છે તે, જીવનું જોર સૂચવે છે કે કર્મ- પરમાણુનું? નિમિત્તના જોરની વાત નથી. કર્મનું જોર આત્મા ઉપર જરા પણ નથી. નિમિત્તથી વિકાર થાય છે એમ છે જ નહિ; નિમિત્તથી થાય તો તે સ્વયં ઉપાદાન થઈ જાય, પણ એમ તો બનતું નથી. પોતે ભલે એક છે, પણ પોતાની શક્તિ અનંતી છે. અનંત શક્તિશાળી નિજ જ્ઞાયક પ્રભુની દૃષ્ટિ તથા તેમાં સ્થિરતા કરવાથી પર્યાયમાં રહેલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com