________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૫૬ ]
* ભેદને અસત્યાર્થ જ કહેવો જોઈએ, શી રીતે? -કે અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાય નહીં તેથી અસત્યાર્થ કહેવો જોઈએ. પરંતુ તેથી પર્યાય છે જ નહીં તેમ નથી. મોક્ષ અને મોક્ષમાર્ગ તો પર્યાય છે. નિત્ય એકરૂપ દ્રવ્યની દષ્ટિ કરતાં દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે દૃષ્ટિમાં ભેદ અવિધમાન હોવાથી જૂઠો છે. પરંતુ ભેદ નથી એમ ન સમજવું. ત્રિકાળીને અભેદ દષ્ટિથી દેખતાં તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે ભેદ ને પર્યાય જૂઠા છે. પરંતુ પર્યાય ને ભેદ છે જ નહીં એમ ન સમજવું. કેમ કે ત્રિકાળી તો ફૂટસ્થ છે, કાર્ય પર્યાયમાં છે, નિર્ણય કરનારી તો વર્તમાન પર્યાય છે. ૬૭૩.
* આ આત્મા કેવો છે? -કે પરમાત્મસ્વરૂપ ભગવાન છે કે જે સમસ્ત જગતનો–સ્વ ને ૫૨નો પ્રકાશક છે, જાણનારો છે, જાણવાનો પુંજ છે. વસ્તુ એવી ચીજ જ છે કે જે ત્રણકાળ, ત્રણલોક, અનંત આત્મા ને અનંત પરમાણુઓ, અનંત સિદ્ધ ને અનંત નિગોદના જીવને જાણનારો છે, પ્રકાશક છે. અંદરમાં જે રાગ આવે છે-થાય છે તેનો પ્રકાશક છે. સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. તેથી આત્મા વિશ્વસમય છે. બધા પદાર્થને-વિશ્વને પ્રકાશનારો વિશ્વસમય ભગવાન આત્મા છે. ૬૭૪
* જ્ઞેય તે હું છું એમ જ્ઞેય-જ્ઞાયકનો સંકર-ખીચડો બનાવ્યો છે. જ્ઞેય ને જ્ઞાયકની એકતાપણાની બુદ્ધિ, સંયોગબુદ્ધિ, સંકરબુદ્ધિ એ મિથ્યાત્વ છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને એ સિવાય દ્રવ્ય-ઇન્દ્રિય ભાવ-ઇન્દ્રિય અને ભગવાન ને ભગવાનની વાણી આદિ ઇન્દ્રિયવિષયો પરશેય છે. પોતાના જ્ઞાયક અણ-ઇન્દ્રિય સ્વભાવ સિવાયના ૫૨ને ઇન્દ્રિય કહેવામાં આવ્યા છે. બીજી રીતે ભગવાન આત્મા સિવાય પર સર્વે અજીવ છે. આ જ્ઞાયક જીવની અપેક્ષાએ તે અજીવ છે. આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે. એ બેની એકતાના દોષનું નિરાકરણ કરીને ભગવાન આત્માની સન્મુખ થઈને તેમાં એકાગ્રતા કરવી એ તીર્થંકર કેવળીની નિશ્ચયસ્તુતિ છે. તીર્થંકર કેવળીની અર્થાત્ આત્માની નિશ્ચયસ્તુતિ છે. ૬૭૫.
* શ્રોતાઃ- સમ્યગ્દર્શન માટે ખાસ પ્રકારની પાત્રતાનું લક્ષણ શું?
પૂજ્ય ગુરુદેવઃ- એને પોતાના આત્માનું હિત કરવા માટે અંદરથી ખરી ધગશ હોય, આત્માને પામવાની તાલાવેલી હોય, દરકાર હોય, ખરેખરી દરકાર હોય તે કય ાંય અટકયા વિના પોતાનું કામ કરે જ. ૬૭૬.
* ગ્રાહ્ય-ગ્રાહક સંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને પરજ્ઞેય સાથે એકતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com