________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૫૫ બન્ને સાથે ખાતા થકા તે બેની ભિન્નતાને નહીં જાણતાં થકા ઘાસનો સ્વાદ અનુભવે છે, તેમ તું સુંદર ચૈતન્યસ્વભાવને રાગ સહિત માનતો થકો તે બેની ભિન્નતાના અભાવને લીધે રાગાદિ અસુંદર ભાવને જ અનુભવી રહ્યો છે! તેથી તું પશુ સમાન છો ને તેના ફળમાં તું પશું થવાનો છો. માટે હે દુરાત્મન ! તું રાગનો આસ્વાદ છોડ... છોડ. ૬૬૭.
* અહો ! ક્ષણમાં મરી જવું અને મમતાનો પાર નહિ! ૬૬૮.
* પરથી એકત્વ એ જ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે. પરથી વિભક્ત-ભેદવિજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ, આખા સમયસારમાં પહેલેથી ઠેઠ સુધી આ એક જ વાત છે. ૬૬૯.
* વિદ્યમાન નથી છતાં ભૂત-ભવિષ્યની પર્યાયો જ્ઞાનમાં સીધી જણાય છે, છે” –એમ સીધી જ્ઞાનમાં જણાય છે. પ્રભુ! તારા ચૈતન્યસ્વભાવની પર્યાયનો સ્વભાવ તો જો ! વર્તમાનમાં જે પર્યાય થાય તેને જાણે છે એમ નહિ પણ ભવિષ્યની પર્યાયને વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે ! આહાહા ! આવા કેવળજ્ઞાનની પર્યાયનો નિર્ણય કરવા જાય તેનું લક્ષ દ્રવ્યસ્વભાવ તરફ જ જાય, ત્યારે જ તેનો નિર્ણય થાય. ૬૭).
* સમયસાર ગાથા ૬મા જ્ઞાયક કહ્યો, ૧૧મી ગાથામાં ભૂતાર્થ કહ્યો તેને જ નિયમસારમાં શુદ્ધભાવ કહ્યો છે, પર્યાયમાત્રને બહિર્તત્વ કહીને પરદ્રવ્ય કહીને હેય કહી છે. મુનિરાજ પરદ્રવ્યથી પરાભુખ છે તથા સ્વદ્રવ્યની સન્મુખ છે. તેમણે પર્યાયમાત્રને પરદ્રવ્ય કહીને તેનાથી પરાભુખ છે તેમ કહ્યું. પરમ સ્વભાવી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, પરમ પારિણામિકભાવ કે જે પર્યાયને સ્પર્શતો નથી, ક્ષાયિકભાવ હો પણ તે વ્યક્ત છે તેને અવ્યક્ત-દ્રવ્ય સ્પર્શતું નથી, તે કારણે પર્યાયમાત્ર દ્રવ્યમાં છે નહિ. સમ્યગ્દષ્ટિ ધ્યેય જે ધ્રુવ-દ્રવ્યસ્વભાવ, તેમાં ઉદય આદિ ચારેય ભાવો છે નહીં. એક અપેક્ષાએ જયધવલમાં રાગાદિને પારિણામિકભાવ કહ્યો છે, પણ પરમ પારિણામિકભાવ તો તેનાથી રહિત છે. ૬૭૧.
* આત્માને પુણ્ય-પાપ આદિ અનુભવમાં આવવાથી અનેકરૂપ પર્યાયની સાથે મિશ્રિતપણે આત્મા અનુભવમાં આવી રહ્યો છે. રાગની વિકલ્પવૃત્તિ અને ભગવાન આત્મા એ બે અનાદિથી મિશ્રિતપણે અનુભવાઈ રહ્યા છે. તેથી હવે શું કરવું? –કે રાગ બંધલક્ષણ છે ને આત્મા અબંધસ્વરૂપ છે એમ ભિન્ન ભિન્ન લક્ષણ વડે સર્વપ્રકારે ભેદજ્ઞાનથી “આ આત્મા તે જ હું છું” એમ અનુભવ કરવાથી મોક્ષમાર્ગની પ્રથમ શરૂઆત થાય છે. ૬૭૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com