________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જૈસે છ દ્રવ્યો જગતમેં પડા હૈ ઐસે રાગ-વ્યવહાર ભી જગતમેં પડા હૈ. (રાગ) છ દ્રવ્ય કે સાથ તન્મય હૈ, આત્માને સાથ તન્મય નહીં–ઐસા જ્ઞાની જાનતે હૈં. ૧૧૦૬.
* ક્રોધમાં રંગાયેલો કહે કે અમે ક્રોધના જ્ઞાતા છીએ તો એમ નથી, એ તો ક્રોધથી રંગાયેલો છે, જ્ઞાતા નથી. જ્ઞાનથી જે રંગાયેલો છે, એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે. ૧૧૦૭.
* અહો! એકવાર દેહ છૂટવાના ટાણાંનો વિચાર તો કરે તો એને ખબર પડે કે અરે! આ તે શું રમતું છે! ઓલો (આત્મા) પરમેશ્વર અને સલવાણો આમાં (શરીરમાં) ! ! ૧૧૦૮.
* મનુષ્યપર્યાયની એક એક ક્ષણ મોટા કૌસ્તુભમણિથી પણ કિંમતી છે. આમાં ચોરાશીની ખાણમાંથી નીકળવાનું કરવાનું છે. એક ક્ષણ ક્રોડો અને અબજો રૂપિયાથી પણ અધિક છે. ચક્રવર્તીના છ ખંડના રાજ્યથી પણ એક સમય થોડો મળે છે? એમાં (–મનુષ્યપર્યાયમાં) આ એક જ કરવા લાયક છે. ૧૧/૯.
* પહેલાં તો પોતાને વિકલ્પવાળો માનવો અને પછી વિકલ્પને ટાળવાનો પ્રયત્ન કરવો ઈ જ મોટામાં મોટી વિપરીતતા છે, મિથ્યાત્વ છે. પહેલાં વિકલ્પ વિનાનો છું એવી દષ્ટિ કરે પછી વિકલ્પ છૂટે. ૧૧૧).
* કેટલાંકને એમ થાય કે આ ગજા ઉપરાંતની વાત છે ! અરે ! ગજા ઉપરાંતની શું? એક સમયમાં કેવળજ્ઞાન લે એટલું એનું ગજું છે. આ તો હાથી ઉપર ફૂલ મૂકવા જેવી હળવી વાત છે. ૧૧૧૧.
* ન્યાલભાઈએ તો (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં) લખ્યું છે કે સૂનનેવાલકો નુકશાન ને સૂનાને વાલેકો ભી નુકશાન. બન્નેને નુકશાન છે. સામાનેવાલે સમજે તો ઠીક એ દીનતા છે ને! ૧૧૧ર.
* અહો ! ભાવલિંગી મુનિ એટલે તો ચાલતાં પરમેશ્વર, જે અંદરમાં આનંદના ઝૂલે ઝૂલતાં હોય ને પંચમહાવ્રતનો રાગ ઊઠે એને ઝેર જાણતાં હોય; અહો ! જેના દર્શન અહો ભાગ્યે થાય; જે આનંદની ખેડ કરી રહ્યાં છે એ ધન્યદશા અલૌકિક છે. ગણધરના નમસ્કાર જેને પહોંચે એ દશાની શું વાત! ૧૧૧૩.
* બાપુ! તારે બહુ પુરુષાર્થ કરવાનો છે. હરિહરાદિ પણ પાછા પડ્યા, પૂરા પહોંચી શકયા નહિ, તારે તો શરૂઆત કરવાની છે. તારે પ્રભુને ઘેર પહોંચવાનું છે તેથી તારે તો બહુ પુરુષાર્થ જોઈશે. ૧૧૧૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com