________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૪૧ * જેમ શંકરકંદ અગ્નિમાં બફાય જાય છે તેમ આત્મા વિષયની વાસનામાં બફાય જાય છે પણ એનું એને ભાન નથી તેથી સુખ લાગે છે. ૧૧૧૫.
* આ ચૈતન્ય તો લંગડો છે, હાલતો નથી, ચાલતો નથી, બોલતો નથી, વિકલ્પ કરતો નથી, થાય તેને માત્ર જાણવાના સ્વભાવવાળો જ્ઞાતાદા જ છે. ૧૧૧૬.
* અહો ! મુનિઓ-સંતો મનુષ્ય હોય ત્યાંથી તો ચાલ્યા ગયા પણ તેનો પગરવ પણ ન હોય એવા એકાન્ત સ્થાનમાં ચાલ્યા ગયા છે. આત્માનું શોધન કરવા ગયા. આ તો આત્માનું શોધન કરવાનો કાળ છે, પણ પરની અને રાગની શોધમાં આખી જિંદગી ચાલી જાય છે. ૧૧૧૭.
* જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે, જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે, ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ૧૧૧૮.
* “કાંઈ કરવું જ નથી, હું મને દેખું”, એવો પણ જ્યાં વિકલ્પ નથી, આત્મા તો ચૈતન્યસૂર્ય છે, એમાં પરનું કર્તુત્વ કે રાગનું કર્તુત્વ જ કયાં છે? આત્માના દ્રવ્યગુણમાં તેની ગંધ જ નથી. હું મને જાણું-દેખું એવો વિકલ્પ પણ જ્યાં નથી. દેખનાર-જાણનાર સ્વભાવમાં થંભી જાય એવી દશાને સ્વાનુભવ કહે છે. ૧૧૧૯.
* ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળ છે, એને ચૂકીશ નહિ. ૧૧૨૦.
* આખી દુનિયા ગમે તેમ હો પણ મારો ભગવાન તો મારી પાસે જ છે. મારે તો સદાય લાભ જ છે, અલાભની વાત જ મારે નથી. ૧૧૨૧.
* મેરુ પર્વત ઉપાડવો સહેલો છે પરંતુ આ પુરુષાર્થ ઉપાડવો દુર્લભ છે. તેથી જ શાસ્ત્રમાં આ પુરુષાર્થને દુર્લભ કહ્યો છે. સહજ સ્વભાવે સુગમ છે પણ અનાદિ અણ-અભ્યાસને લઈને દુર્લભ છે. ૧૧૨૨.
* એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી. અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. ૧૧ર૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com