________________
_[ ૩૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] જગતના પરિણામને ક્રમબદ્ધ જાણનાર જ્ઞાનની જે પર્યાય થાય તે પણ ક્રમસર છે તેમ સમ્યજ્ઞાની જાણે છે. ૧૬O.
* કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધનું પ્રયોજન છે. ક્રમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શક્તો જ નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તુત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદ્રષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો કયાં રહી? પણ જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તુત્વબુદ્ધિ છૂટી જાય અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગને કરવો છે, રાગને અટકાવવો છે, તેને એ કમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. ૧૬૧.
* શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન શુદ્ધ દશામાં થયું તે વખતનું જ્ઞાન જ્ઞાયકને પણ જાણે છે ને રાગાદિને પણ જાણે છે છતાં તે જ્ઞાન પરનું નથી, તે જ્ઞાન તો જ્ઞાનનું જ છે. ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટયું ત્યારે પરનું જાણવું થયું તે સ્વ જ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. ૧૬૨.
* પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું એવા વિકલ્પથી પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયના કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. ૧૬૩.
* શરીર તો એકબાજુ રહી ગયું પણ ખંડખંડ જ્ઞાન જે પર્યાયમાં હોય છે એ પણ જ્ઞાયકનું પરશેય છે. તે ભાવેન્દ્રિયને કેવી રીતે જીતવામાં આવી કહેવાય? કે પ્રતીતિમાં આવતી અખંડ એક ચૈતન્યશક્તિ, ત્રિકાળી જ્ઞાયકશક્તિ, ધ્રુવશક્તિ તેના વડે, જે ભિન્ન છે તેને, સર્વથા પોતાથી ભિન્ન કરવાથી ભાવેન્દ્રિયનું જીતવું થાય છે. રાગ ને પુણ્ય-પાપના વિકલ્પની વાત તો કયાંય રહી ગઈ પણ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ક્ષયોપશમનો અંશ પ્રગટ છે એ ભાવેન્દ્રિયને પ્રતીતિમાં આવતાં અખંડ એક જ્ઞાયકપણા વડે સર્વથા ભિન્ન જાણો-એનું નામ ભેદવિજ્ઞાન છે. ૧૬૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com