________________
૩૮]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જાણવાલાયક પણ હું, જાણનાર પણ હું ને અનંત શક્તિરૂપ જ્ઞાતા પણ હું છું, ત્રણે થઈને વસ્તુ તો એક છે. પરનો કર્તા તો કયાંય રહ્યો, પણ પરનો જાણનાર પણ નથી. પોતે જ શેય છે, પોતે જ જ્ઞાન છે ને પોતે જ જ્ઞાતા છે. વિષય-કષાયના પરિણામ તે પરય છે ને આત્મા તેનો જ્ઞાતા છે એમ પણ નથી. ૧૬૫.
* ચક્ષુના દષ્ટાંતની જેમ જ્ઞાન એટલે કે આત્મા શરીરને, વાણીને કે શુભાશુભ ભાવને દેખે છે પણ પુણ્ય-પાપના જે ભાવ થાય તેને જ્ઞાન કરતું નથી કે વેદતું નથી. ગણધરો ને ઇન્દ્રોની સભામાં પ્રભુ આમ કહેતા હતા. ત્રિલોકનાથ પરમેશ્વરદેવની આ વાણી છે, મહાવિદેહથી આવેલી આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્યદવ ત્યાં ગયા હતા ને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તેની ટીકા કરી છે. ભગવાન કહે છે કે ભગવાન તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ! તું તો રાગને દેખનારો છો પણ કર્તા-ભોક્તા નથી. જો જ્ઞાન રાગને કરે તો તે આત્મા રહેતો નથી, તે મિથ્યાદષ્ટિ થઈ જાય છે. ૧૬૬.
* અહીં તો પરથી પોતાને સંકેલી લેવાની વાત છે. છ દ્રવ્યો છે તે જ્ઞય છે એમ નથી, કેમ કે છ દ્રવ્યોને લઈને તેને જાણવાની પર્યાય થઈ નથી પણ પોતાના જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે માટે જ્ઞાનની પર્યાય ય છે પરંતુ છ દ્રવ્યો જ્ઞય નથી. ૧૬૭.
* આહાહા! ચૈતન્ય બાદશાહનો સ્વભાવ તો જુઓ! કેવો અગમ્ય છે! કેવળજ્ઞાનની પર્યાય હોય કે મિથ્યાત્વની પર્યાય હોય કે સમ્યગ્દર્શનની પર્યાય હોય પણ શાકભાવ એકપણું છોડતો નથી, જ્ઞાયકભાવ તો જ્ઞાયકરૂપ જ રહ્યો છે. નિગોદની પર્યાય અક્ષરના અનંતમાં ભાગે રહી ગઈ છે ને કેવળજ્ઞાનની પર્યાય અનંત અવિભાગ-પ્રતિચ્છેદ સહિત પૂરણ પ્રગટ થઈ છતાં જ્ઞાયક-ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી. સ્વર્ગ, નરક, નિગોદ આદિ અનેક પર્યાયમાં રહ્યો છતાં ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી. નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપે દેખાય, અનેક સ્વાંગો ધારણ કરે છતાં ચૈતન્યજ્યોતિ એકપણું છોડતી નથી, આર્તરૌદ્રધ્યાનના અનેકરૂપ વિચિત્ર શુભાશુભ ભાવના બંધનમાં આવવા છતાં ચૈતન્યજ્યોતિ એકપણું કદી છોડતી નથી. આહાહા ! જ્ઞાનજ્યોતિ નવતત્ત્વની સંતતિમાં આવવા છતાં, અનેક સ્વાંગો ધારવા છતાં, પોતાનું એકપણું છોડતી નથી. અહો ! જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણોનો અંત નથીએવી અનંત સ્વભાવી ચૈતન્યજ્યોતિ સદાય એકરૂપ ચૈતન્યસ્વરૂપે જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીરસ્વભાવી છે, એની ગંભીરતા ભાસે નહિ ત્યાં સુધી ખરો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com