________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૭૬ ]
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
રાગમાં અને શ્રદ્ધામાં એકત્વબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે અને એથી આગળ લઈએ તો દેવ-શાસ્ત્ર-ગુરુના નિમિત્તે પોતાના ઉપાદાનથી જે પરલક્ષી જ્ઞાન થયું ઈ જ્ઞાનમાં એકત્વબુદ્ધિ એ પણ મિથ્યાત્વ છે. ૩૨૪.
* લગ્ન આદિમાં જવું હોય તો એની કેટલી તૈયારી હોય! એની પાસે ઊંચામાં ઊંચું હોય તે પહેરે-આઢે; તેમ અંદરમાં જવાની ઘણી તૈયારી જોઈએ. પુરુષાર્થને ઘણો શણગાર જોઈએ. ૩૨૫.
* આ મારગ મોઘોં છે એમ એણે માની લીધું છે. પોતાની વસ્તુ મોંઘી કેમ હોય ? પણ મોંઘી માની લીધી છે, તેથી સમજાય નહિ એમ એને રહ્યા કરે છે. મા૨ગ તો સહેલો છે. પરંતુ રોકાવાના સ્થાનો એટલા છે કે કયાંક ને કયાંક રોકાઈ રહે છે. જો રોકાય નહિ તો સહેલું જ છે. પણ ઈ લપ કાંઈક ને કાંઈક ઊભી કરે છે. તેથી એને આ સમજાતું નથી. ૩૨૬.
* પ૨માં કાંઈ પણ સુખબુદ્ધિ હોવી તેમાં અતીન્દ્રિય મહા પદાર્થનો અનાદર થાય છે. અતીન્દ્રિય મહા પદાર્થ જ આનંદથી ભરેલો છે. પોતાના ત્રિકાળી અપરિમિત આનંદનો અનાદર કરવો એ જ આત્માની હિંસા છે. ૩૨૭.
* સત્ જેવું છે એવું જ્ઞાનમાં ન આવે તો તે જવાબ નહીં આપે, સમ્યક્ જ્ઞાન નહીં થાય, દષ્ટિ નહીં થાય, અનુભવ નહીં થાય. શ્રીમંતને કોઈ ભીખારી કહે તો તે જવાબ નહીં આપે, તેમ સત્ જેવું છે તેવું કબૂલશે નહીં તો સત્ જવાબ નહીં આપે. ૩૨૮.
* જે રીતે પર્યાય દ્રવ્ય તરફ ઢળે એ રીતે વાંચન, વિચાર, મનન, શ્રવણ બધું કરવું જોઈએ. મૂળ પ્રયોજન તો દ્રવ્ય તરફ ઢળવું એ જ છે. ૩૨૯.
* ભગવાન સર્વજ્ઞ એમ કહે છે કે તું પહેલી ચોટે અમારી સામે જોવાનું છોડી દે ને ભિન્ન વસ્તુભૂત શુદ્ધ જ્ઞાનમય આત્માને સીધો પ્રાપ્ત કર. સીધો એની સામે જોઈને પ્રાપ્ત કર... આહાહા ! ૩૩૦.
* હું બીજા જીવને મારી શકું છું, જીવાડી શકું છું, બીજા જીવોને ખાવાની સગવડતા આપી સુખી કરી શકું છું અથવા બીજા જીવોને અગવડતા આપીને દુ:ખી કરી શકું છું એ માન્યતા મહા પાપષ્ટિની છે. એક તણખલાના બે કટકા કરી શકું છું, હાથની આંગળી હલાવી શકું છું, વાણી બોલી શકું છું, રોટલીનો ટુકડો કરી શકું છું-એમ ૫૨દ્રવ્યની ક્રિયાનો કર્તા હું છું એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એવા જીવો, ત્રૈલોકયમાં કાંઈ બાકી રાખ્યા વગર બધા પદાર્થોને હું કરી શકું છું તેવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com