________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
૭૭ માન્યતાથી મિથ્યાત્વરૂપ મોટા પાપને બાંધે છે. કેમ કે અજ્ઞાનમાં જગતની કોઈપણ વસ્તુને તે પોતાની માન્યા વિના રહેતો નથી. ૩૩૧.
* પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ જાણતાં એકલા જ્ઞયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપ એ જ અને એટલું જ મારું ય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે. ૩૩ર.
* એક સમયની નિર્મળ પર્યાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનપર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે તો તેવી અનંત અનંત પર્યાયનો ધરનાર જ્ઞાનગુણ તે મહા મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહા મહારત્નોનું ધરનાર આત્મદ્રવ્ય એ તો મહારત્નોથી ભરેલો સાગર છે, એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને દૃષ્ટિ કરે તો ખબર પડે. ૩૩૩.
* આત્મા એટલે જ સમજણનો પિંડ.. જ્ઞાનનો પિંડ.... બસ આમાં તો સમજવું. સમજવું. સમજવું જ એક આવે છે, બીજું કાંઈ કરવાનું આવતું નથી ! – પણ સમજવું એ કરવું નથી? –સમજવાનું જ એક કરવાનું છે. પરંતુ સમજવાનું કરવું, જ્ઞાન કરવું એનું એને માહાત્મ આવતું નથી. ૩૩૪.
* તારો મહિમા કર, બીજો બધો મહિમા છોડ-એમ કહેવામાં આવે, પરંતુ હું શુદ્ધ છું ને પરિપૂર્ણ છું એવો મહિમા આવે છે ઈ પણ વિકલ્પાત્મક મહિમા છે. ખરેખર તો સ્વસમ્મુખ થતાં અંતરમાં ઢળે છે.
શ્રોતા:- સ્વસમ્મુખ થવું એટલે મહિમા કરવો ને?
પૂજ્ય ગુરુદેવઃ- મહિમા પણ હજુ વિકલ્પ છે, અંદરમાં સહજ ઢળી જવું.. કહેવામાં તો શું આવે? વસ્તુ તો વતનાતીત છે. જેટલું કહેવામાં આવે તે બધું તો ભેદરૂપ છે, ઢળી જાવ ઈ પણ હજુ ભેદ છે. ૩૩૫.
* વર્તમાન વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાનપર્યાય તે ત્રિકાળી જ્ઞાયકનો જ એક અંશ છે. તેને અંતરમાં વાળતા “ચૈતન્ય હીરો” જ્ઞાનમાં આવે છે. અવયવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com