________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પરમાત્મપણું પડયું છે, તેમાંથી સંસાર પ્રસવે એવી તારામાં શક્તિ જ નથી કેવળી થવાની તારામાં ખાણ પડી છે. ૯૩.
* ભાઈ ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે ! મા-બાપ ભાઈબહેન સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે ? એની કાંઈ ખબર છે! અરે ! મારે મારા આત્માનું હિત કરી લેવું છે–એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા! સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર? માટે જે જાગતો રહેશે તે બચશે. ૯૪.
* ભાઈ! તું શાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ જ્ઞાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું... કરું પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું... કરું... કરીને કાંઈક નવીન કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. ૫૨નું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. ખરેખર તો પરોક્ષ જ્ઞાન છે તે પણ જાણનાર જ છે.
શ્રોતા:- પરોક્ષ જ્ઞાન તો હીણું ને ઊણું છે ને?
પૂજ્ય ગુરુદેવઃ- પરોક્ષ જ્ઞાન-મતિશ્રુત પણ જાણનાર જ છે. જાણે જ છે. વિકલ્પને જાણે છે, હીણપને જાણે છે, ઊણપને જાણે છે.
શ્રોતા:- કોણ જાણે છે? ઊણું જ્ઞાન ને?
પૂજ્ય ગુરુદેવઃ- જ્ઞાન ઊભું છે એમ પણ એ જ્ઞાન જાણે છે. જે છે તેને તે જ જ્ઞાન તેમ જાણે છે. ‘ જાણેલો પ્રયોજનવાન છે' એ સમયસારની ૧૨ મી ગાથાનો શબ્દ છે તે ગજબ વાત છે. ૯૫.
કાંઈ છે તેને
* દ્રવ્યમાં વિકાર નથી, ગુણમાં નથી, નિમિત્તમાં નથી પણ માળો જોર કરીને જબરજસ્તીથી અદ્વરથી લટકતો, સમય પૂરતો ઊભો કરે છે. ૯૬.
* જ્ઞાનની પર્યાયમાં જાણનાર જણાય છે છતાં તેને જાણતો નથી ને ૫૨શેયો જણાય છે તેને પોતાના માને છે કે રાગ તે હું છું, –એવી એકત્વબુદ્ધિ કરે છે તે ભૂલ છે, તે મહા-અપરાધ છે. અનંત જ્ઞાન આનંદ આદિનો દરબાર છે તેને જાણતો નથી ને પુણ્ય-પાપના રાગાદિને પોતાના જાણે છે તે મહા-અપરાધ છે, તે નાનો ગુન્હેગાર નથી પણ મહા-ગુન્હેગાર છે. ૯૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com