________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૮૬ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
તૃપ્ત ભરેલો આનંદનો ૨વો છે તેમાં મતિ લગાવ તો પર્યાયમાં આનંદનો પ્રવાહ વહેશે. ૩૬૯.
* શ્રોતા:- કેવી રીતે સાંભળવું?
પૂજ્ય ગુરુદેવઃ- એ... આત્માને રાગથી જરા મોકળો કરીને સાંભળવું. હું સિદ્ધ છું-એવું લક્ષ પ્રથમ કરીને સાંભળવું. આ તો ભાઈ! પરમેશ્વરની વાતો છે. પરમેશ્વર
કેમ થવાય એની વાતો છે. ૩૭૦.
* ભગવાન પૂર્ણાનંદનો નાથ છે કે જેને કહેવા માટે યોગીન્દ્રદેવને શબ્દો થોડા પડે છે. તારી મોટાઈ તો જો! તારું જે સ્વરૂપ ભગવાને જોયું તેને ભગવાન પણ કહી શક્યા નથી. જડ વાણી દ્વારા આત્માને કઈ રીતે વર્ણવી શકાય? દુશ્મન દ્વારા કેટલા વખાણ કરાવી શકાય ? ‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો !' –આવું પરમબ્રહ્મ તારું સ્વરૂપ છે, આવા પરમબ્રહ્મ સ્વરૂપમાં પ્રભુ! તારી મિત લગાડ. એકવાર તેની રુચિ કર. નિર્વિકલ્પ આનંદનો નાથ, અતીન્દ્રિય સુખનો સાગર, ગુણનું ગોદામ તું છો, એમ એકવાર મહિમા લાવ. મહિમા વિના તારી મતિ ત્યાં લાગશે નહીં. બહારનો મહિમા છોડ, ત્યાં શું છે! માટે ૫૨નો મહિમા અને આકર્ષણ છોડીને એકવાર ૫૨મબ્રહ્મ પ્રભુનો મહિમા લાવીને ત્યાં મતિ જોડ તો તારી ચાર ગતિ મટી જશે. ૩૭૧.
* ભગવાન પૂરણ શુદ્ધ નિર્મળાનંદ છે અને એ સિવાયના દયા-દાન-વ્રતભક્તિના પરિણામ ને દેહની ક્રિયા તેને પોતાની માનનારો, તેને ભિન્ન નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે તે બહિરતત્ત્વ છે, તેને આત્માના તિરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના સંસર્ગમાં આવીને કયાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિ ભાવ કે કર્મજન્ય સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “આહાહા ! આહાહા !” –એમ પરમાં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદષ્ટિ કહે છે. ૩૭૨.
* જેણે અંદરમાં આરાધના કરી એને ભગવાનના વિરહ નથી. અરે! અમારો ભગવાન અમારી પાસે છે. અમને ભગવાનના ભેટા થયા છે, અમે ભગવાન જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com