________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૮૫ આત્મા રાગપણે પરિણમતો નથી, ભલે સ્થૂળપણે એમ દેખાય કે અશુદ્ધપણે આત્મા પરિણમ્યો છે. વર્તમાનમાં રાગ સાથે જીવને અજ્ઞાનપણે વ્યાપ્ય-વ્યાપકપણું થયું છે તોપણ જ્ઞાનને સૂક્ષ્મ ઉપયોગ વડે રાગથી ભિન્ન કરીને ભેદ પાડતાં ભિન્નપણાની પ્રતીતિ થાય છે. ૩૬૫.
* એક સક્ઝાયમાં આવે છે- “સહજાનંદી આતમાં, તું સૂતો કાંઈ નિચિંત રે! ...' પ્રભુ ! તું આનંદનો નાથ સહુજાત્મસ્વરૂપ પરમાત્મા છો ને! તું આ અજ્ઞાનઅંધારામાં કેમ સૂતો છો? તારી ચીજ અંદર રાગ રહિત નિર્વિકલ્પ આનંદસ્વરૂપ છે તેને ભૂલી કેમ નિશ્ચિત્ત સૂઈ રહ્યો છો? જેમાં વિકલ્પનો પણ સહારો નથી એવો અતીન્દ્રિય સુખકંદ પ્રભુ આત્મા અંદર સહજ જ અને સુગમ જ છે. પરંતુ તેનો અભ્યાસ નહિ હોવાથી તે દુર્ગમ લાગે છે. અરે! એક પરમાણુને પણ પોતાનો કરવા માગે તો તે પોતાનો થઈ શકે નહિ; પરંતુ જે પોતાની ચીજ છે તે તો પોતાને સહજ ને સુગમ જ હોય ને? એમ છતાં અણ-અભ્યાસે દુર્ગમ લાગે છે. સહજસ્વરૂપનો અભ્યાસ નથી, તે તરફ સચિનું વલણ નથી, પરદ્રવ્યનો ને રાગાદિ વિકલ્પોનો મહિમા છે, તેમાં તને વિસ્મયતા લાગી, પણ તારી ચીજની વિસ્મયતા તે છોડી દીધી; તેથી સહજાત્મસ્વરૂપ અતિ દુર્ગમ લાગે છે. ૩૬૬.
* શ્રોતા - આપની વાણી પણ એવી છે કે તત્કાળ મોક્ષ થાય.
પૂજ્ય ગુરુદેવ - મોક્ષ જ છે. દષ્ટિ અંદરમાં કરી એટલે મોક્ષ જ છે. અંદરમાં મોક્ષ પડ્યો છે ને દષ્ટિ કરી એટલે મોક્ષ જ છે. પછી થોડી વાર લાગે એનું કાંઈ નહીં.. ૩૬૭.
* વિષ્ટાના ટોપલામાં રતન પડ્યું હોય તોપણ તે રતન જ છે. તેમ શરીર ગમે તેવું ઢોરનું હોય, વ્યંતરી દેવીનું હોય પણ અંદરમાં ચૈતન્ય રતનનું ભાન થયું છે એને એમ ઉલ્લાસ આવી જાય છે કે અહો ! આવો ભગવાન મારી પાસે છે અને હું કયાં જોવા જાવ! એમ ઉલ્લાસમાં અંદર ડોલી જાય છે. ૩૬૮.
* દ્રવ્યકર્મથી, નોકર્મથી તથા પંચમહાવ્રતાદિના ભાવકર્મથી તારી મતિ હટાવી દે. જો ત્યાં મતિ રહી જશે તો મરીને તેના ફળમાં અનંતકાળ કાઢવો પડશે. માટે ભગવાન! તું રાગ અને દેહના સંગમાં પ્રીતિ ન કર. પ્રભુ! ભવિષ્યમાં દુઃખના ડુંગરમાં અનંતકાળ કાઢવો પડશે, માટે ત્યાંથી તારી મતિ છોડી દે. દેહાદિમાં તારી મતિને ન બગાડ... ન લગાડ, અને પરમબ્રહ્મ સ્વરૂપમાં કે જે અમૃતથી તૃપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com