________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને તે પ્રકારે જાણતી તે જ પ્રકારે ક્રમબદ્ધમાં આવશે. તે પર્યાય છે તેનો પણ કર્તા દ્રવ્ય નથી. પર્યાય તે સમયે થશે જ, પર્યાય તે સમયે આવશે જ, તેનો જ્ઞાની કર્તા નથી, પર્યાય જે કાળે થવાની છે તે થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય છે. જે પરિણમે છે તે કર્તા છે, દ્રવ્ય કાંઈ પરિણમતું નથી માટે કર્તા નથી.
ભાવશક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે; હોય છે તેને કરવું છે કયાં? ખરેખર તો દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ-દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ! પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો કાળ હતો, તેનો પણ કર્તા નથી કેમકે ભાવશક્તિના કારણે ભવન તો છે; તો છે એને કરવું શું?
આહાહા! દ્રવ્યની સન્મુખ દષ્ટિ થઈ પછી જે થવાનું છે તે થાય છે, તેને જાણે છે, એ જાણવાનું કામ સ્વતંત્ર થાય છે. આને જાણવું એવું પણ નથી, ભાવશક્તિ છે તે પર્યાય વિના હોય નહિ. ગુણીને પકડયો છે તેણે જે ભવન-પર્યાય હોય છે તેને કરવું છે કયાં? થોડી ઝીણી વાત આવી ગઈ છે, આ તો અંદરથી આવે છે. નવું નવું થાય છે તે થવાનું છે તે જ થાય છે, તેને કરવું છે કયાં? થાય છે-હોય છે તેને જાણે છે, એ જાણવાની પર્યાય પણ તે કાળે થવાની છે તે થાય છે, કેમકે દરેક ગુણની વર્તમાન પર્યાય ભાવશક્તિના કારણે તે કાળે થાય જ છે. થાય છે તેને કરવું શું? વસ્તુનું સ્વરૂપ એમ જ છે. ૩૬૨.
* એકવાર પરને માટે તો મરી જવું જોઈએ. પરમાં મારો કોઈ અધિકાર જ નથી. અરે ભાઈ ! તું રાગને ને રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતા-દષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા-દષ્ટા સ્વભાવની દષ્ટિ કર, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૩૬૩.
* ખરે ટાણે સમાધાન રાખવા જેવું છે, ક્ય ક્ષણે દેહ છૂટશે! –એનો ભરોસો કરવા જેવો નથી. દેહ ક્ષણભંગુર છે, નાશવાન છે. ચામડાંથી વીટેલો હાડકાનો માળો ક્ષણમાં રાખ થઈને ઊડી જશે. અરે! આખું ઘર એકસાથે નાશ થઈ જાય છે તેવા દાખલા સાંભળ્યા છે. એ ક્યાં અવિનાશી ચીજ છે! સહજાત્મસ્વરૂપ આત્મા એ જ અવિનાશી છે, જગત આખું અનાદિથી અશરણરૂપ છે, ભગવાન આત્મા એ જ શરણરૂપ છે. ૩૬૪.
* ચૈતન્ય ભગવાન જ્ઞાન ને આનંદરૂપ છે, તેની સાથે દયા-દાન આદિના પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણું છે તોપણ એ બે વચ્ચે સંધિ છે એટલે કે ખરેખર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com