________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૮૭ છીએ. આહાહા! પંચમકાળનાં મુનિઓએ અપૂર્વ કામ કર્યા છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે ને ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જવાના. પંચમકાળમાં ભરતક્ષેત્રમાં અવતર્યા એટલે એકાદ ભવ બાકી રહી ગયો, મહાવિદેહમાંથી તો એ જ ભવે મોક્ષ જાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય અને એટલા જ જીવો નિગોદમાંથી નીકળે, બાકી તો એમ ને એમ નિગોદમાં પડયા રહે છે. જ્યારે જુઓ ત્યારે નિગોદમાં એક શરીરમાં રહેલ જીવોના અનંતમાં ભાગ્યે જ મોક્ષે જાય. આહાહા ! એ નિગોદમાંથી નીકળીને આવા મનુષ્યના ભવ મળ્યા ને વીતરાગની વાણી મળી એ તો ધન્ય ભાગ્ય! મહા પુણ્યના થોક હોય... મેરુ જેટલા પુણ્યના થોક હોય ત્યારે આવો યોગ મળે છે. હવે કામ કરવું એ એના હાથની વાત છે. ભાઈ ! આવા કાળે તું તારું કામ કરી લે. ૩૭૩.
* સુવર્ણને વાન-ભેદથી જોતાં વાન-ભેદરૂપ પણ છે અને સુવર્ણમાત્રથી જોતાં સુવર્ણમાત્ર છે, વાન-ભેદ જૂઠા છે. તેમ જીવવસ્તુને નવતત્ત્વના ભેદરૂપ, ઉત્પાદવ્યય-ધ્રુવરૂપ, ગુણ-ગુણીભેદરૂપ જોતાં તે ભેદ સત્યાર્થ છે. વસ્તુ ભેદરૂપ પણ છે અને જીવને વસ્તુમાત્રપણે જોતાં તે બધાય ભેદ જૂઠા છે. વસ્તુ અભેદ-ભેદરૂપ છે પણ સરાગીને ભેદ દેખતાં વિકલ્પ ઊઠે છે ને અભેદરૂપ દેખતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. કેવળીને ભેદ દેખવા છતાં વીતરાગ હોવાથી રાગ ઊઠતો નથી, સરાગીને ભેદ ઉપર લક્ષ જતાં રાગ થાય છે. ભેદને દેખવું તે રાગનું કારણ નથી પણ સરાગીને ભેદ દેખતાં રાગ ઉત્પન્ન થાય છે તેથી સરાગીને નિર્વિકલ્પતાનું પ્રયોજન હોવાના કારણે ભેદનું લક્ષ ગૌણ કરી અભેદનું લક્ષ કરવા કહ્યું છે. ૩૭૪.
* જ્યાં સુધી શેયમાં બે ભાગલા પાડે છે ત્યાં સુધી મિથ્યાત્વભાવ ઊભો થાય છે. બાયડી, છોકરાં મારા નહિ અને દેવ-શાસ્ત્ર-ગુરુ મારા એવા પણ શેયમાં બે ભાગલા પાડે છે, ત્યાં સુધી મિથ્યાત્વભાવ ઊભો થાય છે. ૩૭૫.
* અનંત દ્રવ્યનો હું કર્તા નહિ એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કરે, ત્યાં હું તેનો જાણનાર અનંત છું એમ પોતાના જ્ઞાનની અનંતતા બેસતાં રાગનો અંત આવી જાય છે. અનંત યોને જાણી લેતાં, યોનો અંત આવી જતો નથી, પરંતુ પોતાના જ્ઞાનની અનંતતા જેને બેઠી તેને રાગની એકતા તૂટીને રાગનો અંત આવી જાય છે. ૩૭૬.
* વસ્તુમાં ક્ષણે ક્ષણે નવી અવસ્થાનું ઊપજવું પૂર્વની અવસ્થાનું વિનશવું થયા જ કરે છે તે કયાં જતું રહે? ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યની એકતાસ્વરૂપ વૃત્તિ તે પરિણામનું લક્ષણ છે. પોતાની મૂળ જાતિને છોડયા વિના પર્યાયમાં બદલતા રહેવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com