________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૮૮ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
તે તો વસ્તુનો પરિણમનસ્વભાવ છે; સ્વભાવ કયાં ચાલ્યો જાય ? આત્મા પણ, વસ્તુ હોવાથી, પર્યાયસ્વભાવને લીધે, દ્રવ્યસ્વભાવે કાયમ ટકીને અવસ્થાઓ બદલ્યા જ કરે છે. નિજ આત્મવસ્તુ દ્રવ્ય તેમ જ પર્યાયસ્વરૂપ હોવા છતાં દષ્ટિ તો માત્ર તેના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો જ સ્વીકાર કરે છે. પરિણામ હોવા છતાં, કલ્યાણ માટે આશ્રય કરવા યોગ્ય તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ જ છે. દૃષ્ટિના વિષયની પ્રમુખતામાં વર્તમાન શુભાશુભ પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણમન કયાંય ચાલ્યું જતું નથી. સિદ્ધમાં પણ પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તો નિરંતર થયા જ કરે છે. સિદ્ધપણું પોતે પણ આત્માની પૂર્ણ શુદ્ધ પર્યાય છે. ૩૭૭.
* ભગવાન આત્માએ તો જ્ઞાનસ્વરૂપ જ પોતાનામાં ધારણ કરી રાખ્યું છે. ત્રિકાળી જ્ઞાનાત્મક હું એમ પર્યાયમાં ભાન થયું, પર્યાય સહિત જ્ઞાનાત્મકને આત્મા ધારણ કરે છે. ત્રિકાળી જ્ઞાન ધારણ કરનાર આત્મા તે હું–એમ પર્યાયમાં ભાન થયું છે, તેથી તે પર્યાય સહિતના જ્ઞાનાત્મકને આત્માએ ધારણ કર્યો છે. હું જ્ઞાનાત્મક છું એમ જાણ્યું કોણે ? એમ સ્વીકાર કર્યો કોણે ? જ્ઞાનની પર્યાય... જ્ઞાનાત્મક ત્રિકાળી છું, એક છું, પરથી ભિન્ન છું, એકત્વના કારણે શુદ્ધ છું ને શુદ્ધના કારણે ધ્રુવ છું, –એમ જે જ્ઞાનની પર્યાયે સ્વીકાર કર્યો છે તે પર્યાય સહિત અભિન્ન છું; એમ ને એમ ધ્રુવ છું, ધ્રુવ છું-એમ નહીં; પણ પર્યાયમાં આવો સ્વીકાર આવ્યો તેને ધ્રુવ છે.... ૩૭૮.
* (દિનપ્રતિદિન બનતાં દેહવિલયના ક્ષણભંગુર પ્રસંગો સાંભળીને વૈરાગ્યભર્યાં શબ્દોમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે) હૈ ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. દેહનો સંયોગ તો વિયોગજનિત જ છે. જે સમયે આયુષ્યની સ્થિતિ પૂર્ણ થવાની છે તે સમયે તારા કોટિ ઉપાયો પણ તને બચાવવા સમર્થ નથી. તું લાખ રૂપિયા ખર્ચ કે કરોડ ખર્ચ, ગમે તો વિલાયતનો ડોક્ટર લાવ, પણ આ બધું છોડીને તારે જવું પડશે. દેહવિલયની આવી નિયત સ્થિતિને જાણીને, તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જા. તારા આત્માને ૮૪ના ફેરામાંથી બચાવી લે. આંખ મીંચાયા પહેલાં જાગૃત થા. આંખ મીંચાયા પછી કયાં જઈશ તેની તને ખબર છે? ત્યાં કોણ તારો ભાવ પૂછનાર હશે? –તો અહીં, લોકો આમ કહેશે ને સમાજ તેમ કહેશે-એવી મોહની ભ્રમજાળમાં ગુંચવાઈને તારા આત્માને શા માટે ગુંગળાવી રહ્યો છે? ૩૭૯.
* જીવ કયારેય ત્રિકાળી સ્વભાવની સન્મુખ થયો નથી, તેણે કયારેય ભૂતાર્થ સ્વભાવની દૃષ્ટિ કરી નથી. ખરેખર તો અજ્ઞાનીને પણ એક સમયની અજ્ઞાનની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com