________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ગુમાવ્યો, હવે એક ક્ષણ પણ ગુમાવવી નથી-એમ આત્માની ચિંતાવાળો જીવ બીજા કોઈની રુચિ કરતો નથી. જેઓ ચૈતન્યસ્વભાવનું ભાન પ્રગટ કરીને તેને ધ્યાનમાં ધ્યાવે છે તેમના મહિમાની વાત શું કરવી ? તેમણે તો કાર્ય પ્રગટ કરી લીધું છે, તેથી તે કૃતકૃત્ય છે. પણ જેણે તેના કારણરૂપ રુચિ પ્રગટ કરી છે કે અહો! મારું કાર્ય કેમ પ્રગટે? આનંદકંદ આત્માનો અનુભવ અંદરથી કેમ પ્રગટે? આવી જેને ચિંતા પ્રગટી છે તે આત્માનું જીવન પણ, સંત આચાર્ય કહે છે કે ધન્ય છે, સંસારમાં તેનું જીવન પ્રશંસનીય છે. ૮OS.
ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી, ધગશ ને ધીરજથી ધખાવારૂપ
ધર્મનો ધારક ધર્મી
ધન્ય છે. ૮૦૭. * અહો ! અતીન્દ્રિય આનંદનો નાથ મારે હાથ આવ્યો, અતીન્દ્રિય આનંદની ભરતી આવી, અતીન્દ્રિય આનંદમાં રહેનારો હું એવા મને અન્ય પરિગ્રહથી શું કામ છે? અતીન્દ્રિય આનંદના વેદન પાસે શુભરાગના દુઃખનું મારે શું કામ છે? દયાદાન-વ્રતાદિના બાહ્ય વિકલ્પોથી મારે શું કામ છે? આ જીવ છે, આ જડ છે, આ વ્રતાદિના વિકલ્પો છે, આ ગુણભેદ છે-એવા વિકલ્પોનું મારે શું કામ છે? મારા દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ એ જ મારી કાર્યસિદ્ધિ છે. શુદ્ધ જીવવસ્તુનો અનુભવ તે ચૈતન્ય ચિંતામણિરત્ન છે, તેની પ્રાપ્તિ થયા પછી અન્ય વિકલ્પાદિ પરિગ્રહથી મારે શું કામ છે? એમ સમ્યગ્દષ્ટિ અંદરમાં દેખે છે. ૮૦૮.
* સમકિતી ધર્મી જીવ પોતાની દૃષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે છે, દૃષ્ટિ ધ્રુવ સ્વભાવમાં ટકાવે છે, ધ્રુવ આત્મા પર જોર દે છે. સમ્યગ્દષ્ટિ તેને કહેવાય કે જેણે ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર દષ્ટિનો દોર લગાવી દીધો છે; પછી ભલે વિકલ્પ આવતો હોય પણ દષ્ટિ તો ધ્રુવ સ્વભાવ ઉપર જ છે. તે જરાય ત્યાંથી ખસતી નથી, હલતી નથી. પ્રભુ! તારે કલ્યાણ કરવું હોય તો સંયોગ ઉપરથી લક્ષ છોડી દે, દયા-દાનના વિકલ્પ ઉપરથી દષ્ટિ છોડી દે, એક સમયની પર્યાય ઉપરથી પણ લક્ષ છોડી દે અને ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન પર દષ્ટિનો દોર લગાવી દે. કેવી રીતે લગાવાય? તારી વર્તમાન ઉપજતી પર્યાયને ત્યાં ધ્રુવ જ્ઞાયકમાં જોડી દે. કેવી રીતે જોડાય? અંતર્મુખ થઈને જોડી દે. અંતર્મુખ કેમ થવાય ? એ તો અંતર્મુખ થવાવાળો પોતે કરે કે બીજો કોઈ કરી દે? પોતાની જે વર્તમાન પર્યાય પર તરફના લક્ષવાળી છે તે છોડી દે ને ત્રિકાળ જ્ઞાયકભાવ પર દષ્ટિને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com