________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૧૮૭ જોડી દે. હવે, જોડી દે' એમ ક્યું તો કેવી રીતે જોડાય ? શું કહીએ ભાઈ ? અનુભવ કેવી રીતે થાય એ વાત અત્યારે ચાલતી નથી, પણ સમયસારકળશટીકામાં એમ કહે છે કે ‘હું શુદ્ધ જ્ઞાયક છું' એમ જ્ઞાનનું જે પરિણમન થાય છે તે અનુભવ છે. ભગવાન આત્મા કે જે પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ છે તેમાં અંતર્મુખ દૃષ્ટિ થવી, તેનો અનુભવ થવો તેને સ્વભાવ તરફ દોર લગાવી દીધો એમ કહેવાય છે. ભાષામાં વિશેષ શું આવે ? ૮૦૯.
* આહાહા! આઠ વર્ષનો બાળક હોય, નિગોદમાંથી નીકળીને એકાદ ભવ વચ્ચે કર્યો હોય ને મનુષ્ય થઈ આઠ વર્ષે સમ્યગ્દર્શન પામે, અંતર્મુહૂર્તમાં મુનિ થાય ને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે ને અંતર્મુહૂર્તમાં મુક્તિ પામે. આહાહા ! સ્વભાવ છે ને! એ ચૈતન્યસ્વભાવના સામર્થ્યની શી વાત! સંસારના વિકલ્પોનો સ્વભાવમાં પ્રવેશ જ નથી. ૮૧૦.
* ભોગના વિકલ્પો કરતાં અનર્થના વિકલ્પો આત્માને બહુ નુકશાન-કર્તા છે. ભોગના વિકલ્પો તો અમુક કાળ જ હોય છે. ૮૧૧.
* વારંવાર શિષ્ય ગુરુથી સાંભળ્યા કરે છે ત્યારે ઊભો થાય છે. વારંવાર સાંભળવાથી વારંવાર જ્ઞાનના ખ્યાલમાં માહાત્મ્ય આવ્યા કરે અને તો જ વીર્ય ઊછળે. તેથી જ યોગસા૨માં આનું જ શ્રવણ વિગેરેના અનેક બોલો કહ્યા છે. ૮૧૨.
* હવે તો પંદર-પંદર હજાર માણસો સાંભળે છે. ભીંડના એક પંડિત ૯૯ની સાલમાં કહેતા હતા ઓહો! સમયસારનું વાંચન સાંભળવામાં ૧૫૦ માણસ ! અમે તો વાંચતા તો બે-ત્રણ માણસ! એટલે એ ભાગ્યશાળી છે કે જેના કાને આ વાત પડે છે. સોગાની લખી ગયા છે કે (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં) અહીંના સાંભળનારામાંથી બહુતસા માણસ તો મોક્ષ જાનેવાલે હૈં.... અંદરમાં રસથી સાંભળે છે ને અંદર રસ છે તો આગળ રસ વધી વધીને સર્વજ્ઞ થઈને મોક્ષ જશે. ૮૧૩.
* આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે, દુર્લભ છે તોપણ અશકય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં લક્ષમાં આવી શકે છે. પંચમહાવ્રતના પરિણામો કે શુક્લલેશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ ક૨વાથી આત્મા જાણવામાં આવે છે. ૮૧૪.
* શ્રોતાઃ- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે કે મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com