________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પૂજ્ય ગુરુદેવઃ- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એટલે કે એની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે મુક્તિની પર્યાય આવવાની જ છે. ૮૧પ.
* અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કાયમ છે, ગોળનો ગળપણ સ્વભાવ કાયમ છે, અફીણનો કડવાશ સ્વભાવ કાયમ છે, સૂર્યનો પ્રકાશ સ્વભાવ કાયમ છે, બરફનો શીતળ સ્વભાવ કાયમ છે, તેમ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ-ચેતના સ્વભાવ કાયમ છે. જ્ઞાયકસ્વભાવી આત્મા સ્વપરને જાણવા દેખવા સિવાય બીજુ શું કરે ? ૮૧૬.
* પ્રભુ કહે છે કે અંદર તારી પ્રભુતા કેટલી પડી છે તેને એક વાર સાંભળ તો ખરો. તારા દ્રવ્યમાં અનંત અનંત શક્તિઓ છે અને એક એક શક્તિમાં અનંત અનંત પ્રભુતા છે. એવી અનંત પ્રભુતાના પિંડસ્વરૂપ જે અંદર તારી ચીજ છે તેને આચાર્યદવ “ભગવાન” તરીકે સંબોધન કરે છે. સમયસારની ૭રમી ગાથાની ટીકામાં ત્રણ વાર આ જ્ઞાયક આત્માને “ભગવાન” કહીને વર્ણવ્યો છે. ૮૧૭.
* ભગવાન દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ શુદ્ધતાથી ભરેલો છે. તે દ્રવ્યસ્વભાવ સમ્યગ્દર્શનનો-શ્રદ્ધાપર્યાયનો વિષય છે. જ્ઞાનની પર્યાયમાં પણ તે નિર્લેપ દ્રવ્યસ્વભાવ શેય થાય છે, જ્ઞાનની પર્યાયમાં તે જણાય છે, છતાં તે, જ્ઞાનની પર્યાયમાં આવી જતો નથી. અહા ! વાત ઝીણી બહુ, ભગવાન ! ૮૧૮.
* અહા ! “આ બધા કષાયો-વિભાવો જણાય છે તે શેયી છે, હું તો શુદ્ધ જ્ઞાયક છું' એમ નિજ દ્રવ્યસ્વભાવની ઓળખાણ કરે-તકૂપ પરિણમન કરે તો પર્યાયમાં પ્રગટ નિર્લેપતા, શુદ્ધતા થાય છે. સમયસારની ૧૨મી ગાથામાં કહ્યું છે કેત્રિકાળી શુદ્ધ પરમભાવને જે દેખે છે, તેનો જેણે આશ્રય લીધો છે તેને શુદ્ધનયા જાણવો. તે સમ્યગ્દષ્ટિ જીવને પર્યાયમાં કાંઈ અશુદ્ધતા કે અપૂર્ણતા છે કે નહિ? –છે, તો તેને શું કહેવું? સાધક જીવને પરમભાવના આશ્રયરૂપ નિશ્ચયની સાથે સાથે જેટલી શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે અને જેટલી કચાશ રહી છે એ બધો વ્યવહારનયનો વિષય છે અને તે તે ભૂમિકામાં છે તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયોગ્ય છે એવી વિવેક્ષાથી વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન કહ્યો છે, તેનો આશ્રય ગ્રહણ કરવાયોગ્ય છે એવી વિવક્ષાથી નહિ. આહાહા! ગજબ છે દિગંબર જૈન સંતોની વાતો! અમૃતના સાગર ઊછળ્યા છે. ૮૧૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com