________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૮૫ નથી તેથી વસુસ્વભાવની પ્રાપ્તિ માટે તે તારા નથી, તે પુલના છે. પુણ્ય-પાપના ભાવ છે એ તારા અજ્ઞાનભાવે તારી પર્યાયમાં ઉત્પન્ન થયેલાં છે પણ એ દુઃખના કારણ છે, તેથી હવે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ અર્થે તેનાથી વિરમ! હુઠ ન કર ને તેનાથી વિરક્ત થા ! ૮૦૩.
* નરકની અસહ્ય વેદનામાં પણ અરેરે ! આ દુ:ખો! –એમ વિચારે ચઢીને તે વેદનાનું લક્ષ છોડીને કોઈ જીવ કોઈ સમયે ધર્મસન્મુખ થઈ જાય છે. નરકની એ પીડાની તો શું વાત ! પારો જેમ ઢોળાય જાય ત્યારે નાના કણરૂપ થઈ જાય ને પાછો ભેગો થઈ જાય તેમ નરકના દુઃખોથી શરીરના નાના નાના ટુકડા થઈ જાય ને પાછું ભેગું થઈ જાય એવી મહા પીડા જીવ અનંતવાર સહન કરી ચૂક્યો છે. છતાં અહીંયા આવે મનુષ્ય થાય ત્યાં બધું ભૂલી જાય ને આવી અનુકૂળતા વિના મારે ન ચાલે, આ જોવે ને તે જોવે-તેમાં ને તેમાં ભવ હારી જાય, પણ એને આત્માની દરકાર કયાં છે? – ૮૦૪.
*મુનિરાજ કહે છે કે જે જીવ નરકગતિમાં જઈને સુલટી જાય છે, સમ્યગ્દર્શન પામે છે તેને તે કુગતિ પણ બહુ શ્રેષ્ઠ છે, એટલે કે જે પાપ કરીને કુગતિ પામીને દુઃખ પામે અને પછી એકદમ મોક્ષમાર્ગમાં લાગી જાય તો તે પાપનું ફળ પણ શ્રેષ્ઠ છે. અને કોઈ અજ્ઞાની દયા-દાન-વ્રત-તપાદિ કરીને સ્વર્ગમાં જાય અને ત્યાંથી એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય તો તે દેવપર્યાય પામવી શા કામની? માટે અજ્ઞાનીને દેવપદ પામવું વૃથા છે. કોઈ જ્ઞાની સમ્યગ્દર્શન સહિત પુણ્યના ફળમાં સ્વર્ગમાં જાય અને ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને મુનિ થઈને મોક્ષે જાય છે તો તેના સમાન બીજું ઉત્તમ શું હોઈ શકે? અને કોઈ જીવ નરકમાંથી નીકળી મનુષ્ય થઈ ચારિત્ર ધારણ કરીને મોક્ષ પામે તો તે પણ ઉત્તમ છે. ૮૦૫.
* જેમ માતાથી વિખૂટા પડી ગયેલાં બાળકને “મારી બા, મારી બા' –એમ પોતાની માતાનું જ રટણ થયા કરે છે, કોઈ તેને પૂછે છે કે તારું નામ શું? તો કહેશે કે “મારી બા.” કોઈ તેને ખાવાનું પૂછે તો કહેશે કે “મારી બા' –એમ તે માતાનું જ રટણ કરે છે. તેમ જે ભવ્ય જીવોને અંતરમાં આત્માની દરકાર જાગે, આત્માનું જ રટણ અને આત્માની ચિંતાનો વળગાડ પ્રગટ કરે, આત્મા સિવાય બીજાની રુચિ અંતરમાં થવા ન દે તેનું જીવન ધન્ય છે. અહો ! પૂર્ણ ચિદાનંદસ્વરૂપ મારો આત્મા છે, તેનું ભાન અને પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યથાર્થ શાંતિ કે સુખ થાય નહીં. અત્યાર સુધીનો અનંતકાળ આત્માના ભાન વગર ભ્રાંતિમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com