________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર કઈ ચીજ તારી હોય? તારી પર્યાયમાં તે પરની કિંમત કરી પણ પર્યાય જેની છે તેની કિંમત તેં કરી નથી. ૭૯૯.
* પ્રચુર આનંદના વેદનમાં ઝુલતાં સંતો કહે છે કે જ્યારે જિનેશ્વરદેવે બધાંય અધ્યવસાન છોડાવ્યા છે ત્યારે અમે એમ માનીયે છીએ-એમ સમજીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો ય છોડાવ્યો છે. દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગના પરિણામમાં પરનો સંબંધ છે, સ્વનો સંબંધ નથી. જે તારામાં નથી અને તે તારા માન્યા છે તે તદ્દન મિથ્યાભાવ છે, તેથી ભગવાને પર વસ્તુની એકત્વબુદ્ધિને છોડાવી છે તો અમે સંતો એમ માનીયે છીએ કે દયા-દાન-વ્રતાદિ પરના આશ્રયરૂપ બીજો જેટલો વ્યવહાર છે તે બધો ય ભગવાને છોડાવ્યો છે. ૮OO.
* ભગવાન આત્મા જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનમય એટલે કે એકલો જ્ઞાનમય છે, ત્રિકાળી જ્ઞાનમય છે. તે કેવળજ્ઞાનથી પૂર્ણ છે. લોકાલોકને જાણે એવો જ એનો સ્વભાવ છે. વર્તમાનમાં પર્યાયમાં કેવળજ્ઞાન નથી તેની અહીં વાત નથી. લોકાલોકને જાણે ને આગળ-પાછળની પર્યાયને ન જાણે એમ ન બને, ત્રણકાળનું બધું જ જાણે એવો જ એનો સ્વભાવ છે. જે ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી તેનું કેવળજ્ઞાનમાં જ્ઞાન આવે છે. જેમ લોટના પિંડમાંથી રોટલી થશે તે આગળથી જાણી શકાય છે, રોટલી નથી છતાં જાણી શકાય છે, તેમ ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી છતાં કેવળજ્ઞાનમાં જાણી શકાય એવી કેવળજ્ઞાનની પર્યાયની શક્તિ છે અને એવો જ્ઞાનમય તારો આત્મા છે તેને જાણ ! લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ જ્ઞાનમય આત્માને જાણ ! ૮૦૧.
* ભગવાન આનંદનો નાથ છે તેના પર નજર ન કરતાં શરીર ઉપર નજર કરીને ત્યાં રોકાય તે દુઃખી છે. શરીર મારું છે એવી મમતા કરે તે દુઃખી છે-તેમ જાણીને જ્ઞાની શરીરનો પ્રેમ છોડે છે. ભગવાન તારે સુખી થવું હોય તો શરીરની મમતા છોડ. ભગવાન કહે છે કે તું નિજ સત્તાએ પૂર્ણ છો. ભગવાન તને કેવો જોવે છે? –કે તારી સત્તા વડે પરિપૂર્ણ દિખે છે. ભગવાન કહે છે કે તું વીતરાગ પરમાનંદ સુખ સ્વરૂપ છો ને શરીર દુઃખરૂપ છે માટે શરીરની મમતા છોડ ને નિજ શુદ્ધાત્માનું સેવન કર. ૮૦૨.
* પર્યાયમાં જે રાગાદિ થાય છે એ તારા ત્રિકાળી સ્વરૂપમાં નથી ને તારું ત્રિકાળી સ્વરૂપ તેમાં નથી તથા તેનાથી તારું ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત થતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com