________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૮૩ * વક્તાની પર્યાયની નિર્મળતા વધીને તે નિમિત્ત થઈને જે વાણી આવે છે તે સાંભળીને શ્રોતાને પણ જ્ઞાનમાં નવી નવી વિશેષતા ન લાગે તો તેનું જ્ઞાન ત્યાં ને ત્યાં સ્થિર છે. અર્થાત અનાદિની જે જાત છે એ જ છે. જે જાતનો વિકલ્પમાં બહુમાનનો નવો નવો વિકલ્પ ઊઠે અને એને જ તે વખતે જ્ઞાન જાણે એવું વિશેષતાવાળું જ્ઞાન નથી તો તેનું જ્ઞાન યથાર્થ નથી. ૭૯૨.
* મહામુનિઓને રાજા આદિનો સંગ થાય તે પણ મરણતુલ્ય લાગે છે. પુણવંતમાં કાંઈક બધું સરખું રાખવું પડે... તેથી પુણવંતોથી વૈરાગીઓને દૂર રહેવું સારું છે. ૭૯૩.
* સમ્યગ્દષ્ટિ જીવ વિકારના પરિણામનો કર્તા નથી, જાણનાર જ છે, કારણ કે ધર્મીની દ્રષ્ટિમાં રાગના પરિણામ ને તેનું કર્તાપણું એ બન્નેનો જેમાં અભાવ છે એવા એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવ્યો છે, તેથી ધર્મીજીવ તો વિકારનોભાવકર્મનો જ્ઞાતા જ છે. ૭૯૪.
* ભગવાન! તેરેમેં જો શક્તિ હૈ ઉસકો તું સાલતા નહીં હૈ ઔર અપનેમેં જો શક્તિ નહીં હૈ ઐસે ભાવકો ઉત્પન્ન કરકે ઉસમેં ઘૂસ જાતા હૈ. ૭૯૫.
* પોતે પોતાને છેતરે છે અને માને છે કે અમે લાભમાં છીએ. આમ જગત અનાદિથી લૂટાણું છે. ૭૯૬,
* સ્વભાવનું માહાસ્ય કરવા આ વાત કહેવામાં આવે છે. મારા અંતરમાં આનંદ ભર્યો છે. ભગવાન કહે છે અને મને ભાસે છે. આ રાગ તો કૃત્રિમ અને દુઃખરૂપ છે. માટે આનંદ સ્વભાવ ઉપર દષ્ટિ કર તો સમાધાન અને શાંતિ થશે. ૭૯૭.
* એકક્ષેત્રમાં રહેલાં શરીર-વાણી ને મનની વિવિધ અને વિચિત્ર પર્યાયો એના કાળે એના જન્મક્ષણે થાય છે, એનો આધાર હું નથી, કર્તા પણ હું નથી, કારણ પણ નથી, પ્રયોજક પણ નથી અને એના કાળે પુદ્ગલથી થતી પર્યાયનો અનુમોદક પણ હું નથી. હું તો તેના કાળે થતી પુગલ પર્યાયનો જ્ઞાતા જ છું–આવી પહેલી દર્શનવિશુદ્ધિ થવી એ ભવભ્રમણના નાશનું કારણ છે. ૭૯૮.
* તારો સ્વભાવ પરમાનંદ સ્વરૂપ જ છે, ધ્રુવ સત્ છે પણ રાગના પ્રેમમાં પરમાનંદ સ્વરૂપને ઠોકર લાગે છે. દયા-દાનના રાગની કિંમત કરતાં ચૈતન્યને ઠોકર લાગે છે, માટે રાગની કિંમત છોડીને ચૈતન્યની કિંમત કર ! હવે એકવાર તારી આ ચીજનો આદર કર ! ૧૧ અંગનું જ્ઞાન થાય તે પણ તારી વસ્તુ નથી તો બહારની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com