________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * વસ્તુમાં ગુણ-ગુણીના કે બીજા કાંઈ પણ ભેદ નથી. રાગ મારો એમ તો નથી પણ પારકોના, ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ વસ્તુમાં નથી. આહાહા! અમૃતચંદ્રાચાર્યનો કોઈ પણ શ્લોક હો; અદ્દભુત વાત છે. વસ્તુમાં કોઈ પણ ભેદ નથી તો છે શું? –કે એ તો નિર્વિકલ્પમાત્ર ચૈતન્યવસ્તુનું સત્ત્વ છે. જ્ઞાયક સત્ત્વ છે. કેવો છે ચૈતન્યસ્વભાવ? -કે વિભુ છે અર્થાત્ પોતાના
સ્વરૂપમાં વ્યાપનારો છે. પોતાના વિશેષણોમાં વ્યાપનારો, ગુણોનો એકરૂપ વિભુ છે. પોતાના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્યવિભુ છે, પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય, એવો અનુભવ પર્યાયમાં છે પણ તે પર્યાયમાં વસ્તુ આવી નથી. અનુભવથી વસ્તુ ભિન્ન છે પણ અનુભવની દષ્ટિમાં એકરૂપ વસ્તુ છે કે જે સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. અનુભવના આવા સંસ્કાર તે એક માત્ર કર્તવ્ય છે. ૭૮૭.
* જ્ઞાનલક્ષણ આત્મા સ્વભાવે રાગથી ભિન્ન જ છે. ખાણમાં જેમ પથ્થરો વચ્ચે સાંધ-લીંટી જેવી પાતળી રગ હોય છે, તે રગમાં દારૂ ભરીને ફોડવામાં આવે છે અને સેંકડો મણના મોટા મોટા પથ્થરો જુદા પડી જાય છે, તેમ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અને વિભાવસ્વરૂપ રાગ વચ્ચે સંધિ છે, નિ:સંધિ કયારેય થઈ નથી. આત્માનું ચૈતન્યદળ અને શુભાશુભ રાગ-ભલે ને તીર્થંકરનામકર્મ બંધાય એવો શુભ રાગ હોય તે બન્ને વચ્ચે સાંધ છે; ત્રિકાળી વીતરાગ સ્વભાવ અને રાગ કદી પણ એક થયા જ નથી. અનાદિ રાગમાં સ્વપણાના અધ્યાસને કારણે અજ્ઞાનીને એક લાગે છે, પણ આત્મા અને રાગ કયારેય એક થયા જ નથી; માને તોપણ એક થયા નથી. પોતપોતાના નિયત લક્ષણથી બન્ને જુદા જ છે. ૭૮૮.
* જેને ખરેખર એમ લાગે કે મારું જીવન નિષ્ફળ ગયું, એ તો સફળતાનો માર્ગ લે છે. ૭૮૯.
* ધૂડકી (–પૈસાડી) કિંમત તો મરને કે લિયે હૈં. ધૂડકી કિંમત કરતે હૈં વો અપનેકો માર ડાલતે હૈં. ધૂડકી કિંમત તો નહીં લેકિન રાગકી કિંમત ભી નહીં, શુભ રાગકી કિંમત કરતે હૈ વો અપનેકો માર ડાલતે હૈં! ૭૯૦.
* શ્રોતા - ગુરુદેવ! આત્મા અને રાગ જુદા છે તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવ પહેલાં આવી શકે ?
પૂજ્ય ગુરુદેવઃ- ધારણારૂપે સાધારણ ખ્યાલ આવી શકે, અનુમાનથી પહેલાં નક્કી કરે. ૧૪૩મી ગાથામાં કહ્યું છે ને કે પહેલાં નિર્ણય કરે છે, ખરો ખ્યાલ તો અનુભવ કરે ત્યારે જ ખ્યાલમાં આવે છે. ૭૯૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com