________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
* વિકારીપણું તો આત્મામાં નથી પણ અલ્પજ્ઞપણું પણ ખરેખર આત્મામાં નથી. પહેલી ચોંટે સિદ્ધપણાનું સ્થાપન કરશે તેને જ સમ્યગ્દર્શન થાય છે. ૨૩.
* ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ મા ૫રમાત્માના અંતર સ્વરૂપે ભરેલો એવો પ૨માત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું તે ૫રમાત્મા ને પરમાત્મા તે હું–આહાહા! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે! ૨૪.
* સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહારથી નજ૨ સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો. તું પણ બહારથી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી-એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી જશે. આહાહા! દિગંબર સંતોની કથન શૈલી અલૌકિક છે! ૨૫.
* છએ દ્રવ્ય જ્ઞેય છે, તેનો સ્વભાવ એવો છે કે જે કાળે જે થાય તે તેનો જન્મક્ષણ છે. છએ દ્રવ્ય જ્ઞેય છે, તેની પર્યાય તેના સ્વકાળે-જન્મક્ષણે જે થાય છે તેને કરવી છે કયાં? તેને જાણે છે; તે જાણું છું એ હું, પણ કરું છું એ કરવું પણ કયાં છે? કરવું એ વસ્તુમાં જ નથી, થાય છે તેને કરું છું એ શું? ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કર્યો એટલે બસ ! બધું આવી ગયું, દ્રવ્યની દષ્ટિ થઈ એટલે બધું પતી ગયું! આ વસ્તુસ્વભાવ ઉપર દષ્ટિ ન જાય તો એણે જીવનમાં શું કર્યું? કાંઈ કર્યું નથી. ૨૬.
* આબાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણના૨નું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર ૫૨માં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી. ૨૭.
* જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર છે તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે તે પણ જે થાય તેનો માત્ર જાણનાર જ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ એ “જ્ઞ ” સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ. ૨૮.
* આજ આકિંચન ધર્મકા દિન હૈ ને! શરીર, ખાના-પીના, રાગ આદિ તો મેરા નહીં, લેકિન ઉત્પાદ-વ્યય પર્યાય ભી મેરી નહીં, ધ્રુવસ્વરૂપ હી મેરા હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com