________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૫૩ * જેમ કૂતરાને કાનમાં કીડા પડ ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો અનંતકાળથી ચડી ગઈ છે તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કરે તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. ૬૬O.
* ભાઈ ! ચૈતન્યતત્ત્વ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણરત્નોનો અદ્દભૂત ખજાનો છે. તેની તો શી વાત થાય ! વાણી કેટલું કામ કરે બાપુ! વાણી તો જડ છે, તેને ખબર નથી કે આ મહિમાવંત પદાર્થ કોણ છે. શું ભગવાનની વાણીને ખબર છે કે આ આત્મા કેવો છે? વાણીથી પાર એવા નિજ ચૈતન્યપ્રભુની અંદરથી અપૂર્વ મહિમા લાવીને ઓળખાણ કરવી જોઈએ. જન્મમરણ રહિત થવા માટે કરવાનું તો આ છે. અંદર ઓળખાણ કરીને ચૈતન્યનો મહિમા લાવે તો સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય અને જન્મમરણનો અંત આવે એમ ભગવાન કહે છે તે જ આ વાણી છે. ૬૬૧.
* રાગાદિ પરપરિણતિ પરઘર છે, દુઃખનું સ્થાન છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ એમ એક-એક ગુણ પૂર્ણ, એવા અનંત ગુણોનું પૂર્ણરૂપ-નિજ ચૈતન્યઘર એ જ વિશ્રાંતિનું સ્થાન છે. વિશ્રાંતિગૃહું ભગવાન આનંદકંદમાં પડયું છે. એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે. પ્રભુ! ઇન્દ્રિયોના વિષયોમાં જે કાંઈ આનંદ લાગે છે, ઠીક લાગે છે-એ કલ્પના તો ભ્રમ ને દુ:ખ છે. આહાહા ! પોતે આનંદનું ઘર છે ને! દુઃખના થાક ઉતારવા વિશ્રાંતિગૃહ તો નિજ આત્મા જ છે ને! અહા ! આવો ઉપદેશ! ૬૬૨.
* જાણવું અને દેખવું જેનો ત્રિકાળી સહજ સ્વભાવ છે એવો આત્મા પોતે તો સ્વયં જાણનાર, જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક, તરતો ભિન્ન પદાર્થ છે. સમયસારની ૩૧મી ગાથાની ટીકામાં ધ્રુવ આત્માને રાગ ને પર્યાયથી ભિન્ન, અધિક, જુદો, તરતો ને તરતો કહ્યો છે. તેને રાગ સાથે ક્યાંય મેળ નથી. તે તો શુભાશુભના ડાઘ રહિત, અનંત ગુણોના પાસાથી ભરેલો ચૈતન્યહીરલો છે. અહા ! આ તો જેને કલ્યાણની ભાવના હોય તેની વાત છે. બાપુ! જીવ એમ ને એમ ૮૪ લાખ યોનીના અવતારોમાં રખડ છે. કરોડપતિઓ માને કે અમે સુખી છીએ; તેઓ સુખી નથી પણ આત્માના ભાન વિના મહાદુઃખી છે. તેઓ ધંધાની મમતાના પરિણામમાં મરીને નરકમાં કે ઢોરમાં ઊપજવાના; કેમ કે શુભ કે અશુભ ભાવનું ફળ ચાર ગતિ છે. શુદ્ધ ભાવનું ફળ મોક્ષ છે. શુભાશુભ રાગથી ભિન્ન, તરતો ને તરતો, અંદર જાણનાર જ્ઞાયકભાવ છે તેનો ઉપયોગ કરવો તે શુદ્ધોપયોગ છે. ૬૬૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com